ન્યુયોર્કની સ્ટેટ સેનેટમાં પ્રસ્તાવ પાસ
ભારતની આઝાદૃીને લઈને અમેરિકાના ન્યૂયોર્ક રાજ્યમાંથી એક મોટા સન્માનની તક સામે આવી છે. ન્યૂયોર્ક સ્ટેટ સેનેટે એક પ્રસ્તાવ પાસ કરીને રાજ્યપાલ કેથી હોચુલને અપીલ કરી છે કે તેઓ ૧૫ ઓગસ્ટ ૨૦૨૬ને સત્તાવાર રીતે “ઈન્ડિયા ઈન્ડિપેન્ડન્સ ડે” જાહેર કરે. આ પહેલને ભારત અને અમેરિકાના મજબૂત થઈ રહેલા સંબંધોની સાથે-સાથે ભારતીય-અમેરિકન સમુદૃાયની વધી રહેલી ઓળખના પ્રતીક તરીકે જોવામાં આવી રહી છે.
આ પ્રસ્તાવ પર ચર્ચા દૃરમિયાન ન્યૂયોર્કના સાંસદૃોએ ભારતની લોકતાંત્રિક પરંપરાઓ, હજારો વર્ષ જૂની સભ્યતા અને વૈશ્ર્વિક સ્તરે તેના યોગદૃાનની પ્રશંસા કરી. આ સાથે જ અમેરિકામાં ભારતીય મૂળના લોકોની સિદ્ધિઓ પર પણ વિશેષ રૂપે ચર્ચા કરવામાં આવી.
આ પ્રસ્તાવ રજૂ કરનાર સિનેટર જેરેમી એ. કૂની એ કહૃાું કે વિશ્ર્વભરમાં ભારતીયો પોત-પોતાના સમુદૃાયો પર ઊંડો પ્રભાવ છોડી રહૃાા છે. તેમણે કહૃાું કે, આ તક ભારતના ઈતિહાસ, સંસ્કૃતિ અને વિરાસતનું સન્માન કરવાની છે. બીજી તરફ જોસેફ પી. અડાબો જુનિયરે મહાત્મા ગાંધીના વિચારોનો ઉલ્લેખ કરતા કહૃાું કે, તેમનો સંદૃેશ આજે પણ ભારતીય-અમેરિકન સમુદૃાય અને આવનારી પેઢીઓને પ્રેરણા આપે છે.
તેમણે ગાંધીજીના એ વિચારને પણ દૃોહરાવ્યો કે, ’ભવિષ્ય એ વાત પર નિર્ભર કરે છે કે આપણે વર્તમાનમાં શું કરીએ છીએ.’
સિનેટર જોન સી. લિયૂએ ભારતને વિશ્ર્વની સૌથી જૂની સભ્યતાઓમાંથી એક ગણાવતા કહૃાું કે, ’ભારતની લોકતાંત્રિક પરંપરા પ્રેરણાદૃાયી છે. ભારતીય-અમેરિકનોએ ન્યૂયોર્ક અને સમગ્ર અમેરિકાના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. અન્ય સાંસદૃોએ પણ ભારતીય સમુદૃાયના શિક્ષણ, સામાજિક સેવા અને જાહેર જીવનમાં વધી રહેલી ભાગીદૃારીની પ્રશંસા કરી. તેમણે કહૃાું કે, ભારતીય-અમેરિકનો આજે સ્થાનિક સમુદૃાયો, વ્યાપાર, શિક્ષણ અને નાગરિક નેતૃત્વનો એક મહત્વપૂર્ણ હિસ્સો બની ચૂક્યા છે. આ અવસર પર ન્યૂયોર્ક સ્થિત કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી કોન્સ્યુલ જનરલ વિશાલ હર્ષ અને ભારતીય સમુદૃાયના પ્રતિનિધિઓનું પણ સેનેટમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય વાણિજ્ય દૃૂતાવાસે આ પ્રસ્તાવને આવકારતા ન્યૂયોર્ક સેનેટનો આભાર વ્યક્ત કર્યો છે. દૃૂતાવાસે કહૃાું કે, આ ભારતના લોકતાંત્રિક મૂલ્યો અને ભારતીય-અમેરિકન સમુદૃાયના યોગદૃાનને મળેલી એક મહત્વપૂર્ણ માન્યતા છે.