૧૦ જૂન બાદ ચોમાસાની ગતિ ધીમી પડી શકે છે
૧૫ જુલાઈ સુધીમાં દૃેશભરમાં ચોમાસુ છવાઈ જવાની શક્યતા
અલ નીનોના ખોફ વચ્ચે નિર્ધારિત સમય કરતા ચાર દિૃવસ મોડી ચોમાસાની એન્ટ્રી થઈ: કેરળ ઉપરાંત તામિલનાડુના દૃરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદૃનું ઓરેન્જ એલર્ટ
આ વચ્ચે ૩ દિૃવસ મોકૂફ દૃક્ષિણ પશ્ર્ચિમનું ચોમાસુ કેરળના દૃરિયાકાંઠે આગમન થાય છે ત્ોની અસરથી કેરળ ઉપરાંત તામિલનાડુ, કર્ણાટકમાં કેટલીક જગ્યાએ આગામી ૩ દિૃવસ સુધી ભારે વરસાદૃ થઇ શકે છે, કેરળના કાંઠે ચોમાસાની એન્ટ્રી થવા સાથે થિરૂવંથપુરમ સહિત રાજ્યના ઘણાં ભાગોમાં અનરાધાર વરસાદૃ પડી રહૃાો છે.
દૃેશમાં દૃક્ષિણ-પશ્ર્ચિમ ચોમાસાનું સત્તાવાર આગમન થઈ ગયું છે. ભારતીય હવામાન વિભાગ (ૈંસ્ડ્ઢ)એ જાહેરાત કરી છે કે, મોનસૂન કેરળમાં પહોંચી ગયો છે. આગામી ત્રણથી ચાર દિૃવસમાં ચોમાસુ કર્ણાટકના દૃરિયાકાંઠા પરથી આગળ વધીને ગોવા તરફ પહોંચશે. હાલ ચોમાસાની પ્રગતિ માટે અનુકૂળ પરિસ્થિતિઓ જોવા મળી રહી છે. જોકે, ૧૦ જૂન બાદૃ ચોમાસાની ગતિ ધીમી પડી શકે છે.
હાલ ચોમાસાન્ો આગળ વધવા માટે તમામ માપદૃંડો હકારાત્મક હોવાથી ૧૫ જુલાઈ સુધીમાં દૃેશભરમાં ચોમાસુ છવાઈ જવાની આગાહી થઈ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કેરળના અનેક વિસ્તારોમાં ગઈ રાતથી જ ભારે વરસાદૃ વરસી રહૃાો છે. મોનસૂનના આગમન સાથે હવે દૃેશભરના લોકોની નજર એ બાબતે છે કે, દિૃલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતને ગરમીમાંથી રાહત ક્યારે મળશે. ૈંસ્ડ્ઢના અંદૃાજ મુજબ આગામી બે થી ચાર દિૃવસમાં ઉત્તર પ્રદૃેશ, દિૃલ્હી અને દૃેશના અન્ય અનેક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થવાની સાથે ગરમીથી રાહત મળવાની શક્યતા છે. આઈએમડીએ ઓડિશા, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદૃેશ, દિૃલ્હી અને તેલંગાણા સહિત ૨૪ રાજ્યોમાં વરસાદૃ, વાવાઝોડા અને ભારે પવનની ચેતવણી જાહેર કરી છે. રાજસ્થાન, હિમાચલ પ્રદૃેશ અને ઉત્તરાખંડે ભારે વરસાદૃ, કરા અને ભારે પવનની ચેતવણી જાહેર કરી છે, જ્યારે દિૃલ્હી માટે આગામી બે દિૃવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી ૩થી ૪ દિૃવસ દૃરમિયાન મોનસૂન કર્ણાટકના દૃરિયાકાંઠા પરથી આગળ વધીને ગોવાની અક્ષાંશ રેખા સુધી પહોંચી શકે છે. મોનસૂનની આગળ વધવા માટે જરૂરી તમામ હવામાનીય પરિબળો હાલમાં અનુકૂળ છે. જોકે ૈંસ્ડ્ઢના વૈજ્ઞાનિકોનું માનવું છે કે ૧૦ જૂન બાદૃ મોનસૂનની પ્રગતિ ધીમી થઇ શકે છે.
મોનસૂનના આગમન પહેલાં જ હવામાન વિભાગે ગુરુવારે સવારે કેરળના ત્રણ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. અલપ્પુઝા, કોટ્ટાયમ અને એર્નાકુલમ જિલ્લાઓમાં આગામી ત્રણ કલાક સુધી ભારે વરસાદૃ અને ગાજવીજની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ૈંસ્ડ્ઢ અનુસાર વરસાદૃ અને ગાજવીજ દૃરમિયાન સપાટી પર પવનની મહત્તમ ગતિ પ્રતિ કલાક ૪૦ કિલોમીટર સુધી પહોંચી શકે છે. તિરુવનંતપુરમ, કોલ્લમ, પથનમથિટ્ટા, ઇડુક્કી અને ત્રિશૂર જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદૃની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં પણ પવનની ગતિ ૪૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગે અગાઉ ગુરુવાર માટે કેરળના આઠ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. ઓરેન્જ એલર્ટનો અર્થ ૧૧થી ૨૦ સેન્ટીમીટર સુધી અતિભારે વરસાદૃની સંભાવના થાય છે. મોનસૂનના સક્રિય થતાં આગામી દિૃવસોમાં દૃેશના અનેક રાજ્યોમાં વરસાદૃી માહોલ જામવાની અને ગરમીથી રાહત મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.