મહારાષ્ટ્ર સહિત ૭ રાજ્યોમાં ચોમાસાનુ થયુ આગમન:૧૬ રાજ્યોમાં ભારે વરસાદૃનું એલર્ટ
રાજસ્થાન-મધ્યપ્રદૃેશમાં વાવાઝોડા સાથે વરસાદૃ:અન્ોક જગ્યાએ વૃક્ષો ધરાશાયી
દૃેશમાં ગુજરાત સિવાયના અન્ય તમામ રાજ્યોમાં પ્રી-મોન્સુન વરસાદૃ થઈ રહૃાો છે. મધ્ય પ્રદૃેશ, ઉત્તર પ્રદૃેશ, રાજસ્થાન, બિહાર, ઝારખંડ, હરિયાણા, હિમાચલ પ્રદૃેશ સહિત દૃક્ષિણી અને નોર્થ ઈસ્ટના રાજ્યોમાં શનિવારે રાત્રે ભારે વરસાદૃ પડ્યો હતો.
બિહારના જમુઈ, મુંગેર, બાંકા અને બક્સર જિલ્લામાં ચાર લોકોના અને ઝારખંડમાં ૨ લોકોના વીજળી પડવાથી મોત થયા. એમપીના ૪ જિલ્લામાં ભારે વાવાઝોડા સાથે વરસાદૃ થયો. શાજાપુરમાં કરા પડ્યા. નર્મદૃાપુરમ જિલ્લામાં બોયઝ હોસ્ટેલની છત પર ઝાડ પડ્યું.
રાજસ્થાનના બીકાનેરમાં વરસાદૃ સાથે કરા પડ્યા. શ્રીડુંગરગઢમાં વેરહાઉસનો ટીનશેડ અને કોટપુતલી-બહરોડમાં તંબુ ઉડી ગયો. યુપીના મઉ અને ગાઝીપુરમાં ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો અને વરસાદૃ થયો. ગોરખપુરમાં પણ ધૂળભરી આંધી ચાલી. કેરળના ત્રિશૂરમાં ઝાડ પડવાથી એક વ્યક્તિનું મોત થયું.
આ તરફ, શનિવારે ચોમાસું ગોવા પાર કરીને મહારાષ્ટ્રના દૃરિયાકાંઠાના શહેર દૃેવગઢ પહોંચી ગયું. ઉત્તરપૂર્વના મિઝોરમ અને મણિપુરમાં પણ ચોમાસું પહોંચી ગયું છે. હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી બે દિૃવસમાં તે મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદૃેશના બાકીના ભાગો સાથે તેલંગાણા અને ઉત્તરપૂર્વના અન્ય રાજ્યોમાં પહોંચી શકે છે.
ભારતમાં ત્રણ દિૃવસ મોડું પહોંચ્યા બાદૃ ચોમાસાએ ગતિ પકડી લીધી છે. શનિવારે ચોમાસાએ આંધ્રપ્રદૃેશ, મહારાષ્ટ્ર, મિઝોરમ અને મણિપુરમાં પ્રવેશ કર્યો. આ પહેલા તે શુક્રવારે કર્ણાટક, તમિલનાડુ અને ગોવામાં પહોંચ્યું હતું. દૃેશમાં ચોમાસું ૪ જૂને કેરળ પહોંચ્યું હતું.
હવામાન ખાતા મુજબ આગામી ત્રણ દિૃવસમાં ચોમાસું પૂર્વોત્તરના તમામ રાજ્યો અને પશ્ર્ચિમ બંગાળના કેટલાક ભાગો સુધી પહોંચી શકે છે. આગામી ૧૦ દિૃવસમાં તે બિહાર, ઝારખંડ અને ઓડિશા પહોંચવાની સંભાવના છે.
સ્કાયમેટ વેધરના નિષ્ણાત જીપી શર્માના મતે એમપી, છત્તીસગઢ, ઓડિશા અને બંગાળમાં ચોમાસાની ગતિ હાલ ધીમી રહી શકે છે, કારણ કે તેને આગળ વધારવા માટે બંગાળની ખાડીમાં કોઈ મજબૂત હવામાન સિસ્ટમ સક્રિય નથી.
યુરોપિયન હવામાન એજન્સી અનુસાર, પ્રશાંત મહાસાગરમાં અલ નીનો બનવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તાજા આંકડાઓમાં સમુદ્રનું તાપમાન તે સ્તરથી ઉપર પહોંચી ગયું છે, જેને અલ નીનોની શરૂઆત માનવામાં આવે છે.
વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે અલ નીનોના કારણે આ વર્ષે ડિસેમ્બર સુધીમાં સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં ૩ઝ્ર સુધી વધી શકે છે.
જો આ અનુમાન સાચું સાબિત થાય છે, તો આ વર્ષનો અલ નીનો વિશ્ર્વભરમાં તાપમાનમાં ઘણો વધારો કરશે.
હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે આ વખતે અલ નીનો ૨૦૧૫-૧૬ અને ૧૯૯૭-૯૮ના રેકોર્ડ કરતાં પણ વધુ શક્તિશાળી હોઈ શકે છે. છેલ્લી બે વાર નીનો ૩.૪ ઇન્ડેક્સમાં પારો સરેરાશ કરતાં ૨.૩ઝ્ર ઉપર ગયો હતો. કેટલાક અનુમાનો તાપમાનમાં ૪ ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો દૃર્શાવી રહૃાા છે, જેને મોટી ચેતવણી માનવામાં આવી રહી છે.
આવતીકાલે કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં ભારેથી અતિભારે વરસાદૃની સંભાવના છે.
ઓડિશા, બિહાર, ઝારખંડ, પશ્ર્ચિમ બંગાળ અને સિક્કિમમાં વાવાઝોડા સાથે વરસાદૃનું અનુમાન છે.
રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિૃલ્હી, મધ્ય પ્રદૃેશ, છત્તીસગઢ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદૃેશમાં વાવાઝોડું અને તેજ પવનો ફૂંકાઈ શકે છે.
૯ જૂને કેરળ, કર્ણાટક, તમિલનાડુ, લક્ષદ્વીપ અને આંધ્રપ્રદૃેશમાં વરસાદૃ ચાલુ રહેવાની શક્યતા છે.
રાજસ્થાનના ઘણા ભાગોમાં ૩૦-૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવનો ફૂંકાઈ શકે છે.
પશ્ર્ચિમ મધ્યપ્રદૃેશ, વિદૃર્ભ અને છત્તીસગઢમાં વાવાઝોડા સાથે વરસાદૃની સ્થિતિ રહી શકે છે.
ઓડિશા, બિહાર અને ઝારખંડમાં વાવાઝોડા અને વરસાદૃની અસર યથાવત રહી શકે છે.
રાજસ્થાન-મધ્યપ્રદૃેશમાં વાવાઝોડા સાથે વરસાદૃ:અન્ોક જગ્યાએ વૃક્ષો ધરાશાયી
યુપીના મઉ અન્ો ગાઝીપુરમાં વાવાઝોડા સાથે વરસાદૃ: કેરળના ત્રિશુરમાં ઝાડ પડવાથી ૧નું મોત
ગત ૪ જૂન્ો કેરળના દૃરિયાકાંઠે એન્ટ્રી કર્યા બાદૃ દૃેશમાં દૃક્ષિણ-પશ્ર્ચિમ ચોમાસાએ જોરદૃાર ગતિ પકડી ૪૮ કલાકમાં જ મહારાષ્ટ્ર સહિત ૭ રાજ્યોમાં એન્ટ્રી થઈ ગઈ છે. ૧૬ રાજ્યોમાં ધોધમાર વરસાદૃના એલર્ટ વચ્ચે પ્રી-મોન્સ્ાૂન એક્ટિવિટીના ભાગરૂપ્ો રાજસ્થાન, મધ્યપ્રદૃેશમાં ભારે પવન સાથે વરસાદૃ શરૂ થયો છે. બ્ો દિૃવસમાં મહારાષ્ટ્રન્ો આવરી લઈન્ો ચોમાસુ સાનુકૂળ હવામાન રહેશે તો દૃક્ષિણ ગુજરાત અન્ો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પહોંચે ત્ોવી સંભાવના છે. ત્રણ દિૃવસમાં ચોમાસુ પ્ાૂર્વોત્તરમા તમામ રાજ્યો પશ્ર્ચિમ બંગાળ અન્ો ૧૦ દિૃવસમાં બિહાર, ઝારખંડ, ઓડિશા પહોંચવાની શક્યતા છે.