રાજનાથ સિંહે લખનઉમાં રાય ઉમાનાથ બલી પ્રેક્ષાગૃહમાં આયોજિત પ્રબુદ્ધ જનસંવાદૃ કાર્યક્રમ ભાગ લીધો હતો
રક્ષા મંત્રી રાજનાથ િંસહ પોતાના સંસદૃીય ક્ષેત્ર લખનઉના પ્રવાસે હતા. ત્યાં તેમણે રાય ઉમાનાથ બલી પ્રેક્ષાગૃહમાં આયોજિત પ્રબુદ્ધ જનસંવાદૃ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જ્યાં તેમણે મોંઘવારી અને ગરીબીને લઈ મહત્વનું નિવેદૃન આપ્યું હતું. રક્ષા મંત્રી રાજનાથ િંસહે જણાવ્યું છે કે, કોંગ્રેસ શાસન દૃરમિયાન મોંઘવારી દૃર ૧૨ ટકા સુધી પહોંચી ગયો હતો, જ્યારે કેન્દ્ર સરકારની નીતિઓ અને યોજનાઓના કારણે છેલ્લા નવ વર્ષમાં ૨૫ કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે.
તેમણે લખનઉના વિકાસમાં જનભાગીદૃારી પર ભાર મૂક્યો અને સ્જીસ્ઈ ઉદ્યોગસાહસિકોની સમસ્યાઓના ઉકેલનું આશ્ર્વાસન આપ્યું હતું. રક્ષા મંત્રીએ કહૃાું કે, વિકાસ ત્યારે જ અસરકારક બને છે, જ્યારે તેમાં જનપ્રતિનિધિઓ અને નાગરિકોની સક્રિય ભાગીદૃારી હોય છે.
રાજનાથ િંસહે જણાવ્યું હતું કે, જનતાના સૂચનો અને સમસ્યાઓ વિકાસ કાર્યોની દિૃશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર લખનઉના સર્વાંગી વિકાસ માટે સતત સમન્વય સાથે કામ કરી રહી છે.
મોંઘવારીના મુદ્દે રાજનાથ િંસહે કહૃાું કે, આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓની પણ િંકમતો પર અસર પડે છે. તેમણે ઈરાન-અમેરિકા વચ્ચેના તણાવનો ઉલ્લેખ કરતા કહૃાું કે, આવા ઘટનાક્રમોની અસર વૈશ્ર્વિક અર્થતંત્ર પર પડે છે. આ બધું હોવા છતાં સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના હિતોને ધ્યાનમાં રાખીને ઘણી યોજનાઓ લાગુ કરી છે.
રક્ષા મંત્રીએ વધુમાં કહૃાું હતું કે, આજે લખનઉ દૃેશના અગ્રણી વિકસિત શહેરોમાં સામેલ થઈ ચૂક્યું છે
અને અહીં પાયાની સુવિધાઓનો ઝડપથી વિસ્તાર થઈ રહૃાો છે. તેમણે પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદૃ કરીને તેમના સૂચનો પણ સાંભળ્યા હતા. કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે જણાવ્યું કે, રાજનાથ િંસહના નેતૃત્વમાં લખનઉ સતત વિકાસની નવી ઊંચાઈઓને આંબી રહૃાું છે.
સરોજિની નગર ઔદ્યોગિક ક્ષેત્ર નિર્માતા સંઘના હોદ્દેદૃારોએ શનિવારે રાજનાથ િંસહ સાથે મુલાકાત કરી હતી. તેમણે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના વિકાસમાં આવી રહેલી અડચણો અને તેના ઉકેલો અંગે આવેદૃનપત્ર સોંપ્યું હતું.