Jai Hind

ચોમાસાએ ૧૨ રાજ્યોમાં એન્ટ્રી કરી

ભારતનું ચોમાસુ અલનીનોની ફાઇિંરગ લાઇનમાં

કેરળમાં ભારે વરસાદૃનું એલર્ટ:શાળાઓમાં રજા:ઉત્તરનારાજ્યોમાં હીટવેવની ચેતવણી

દેશમાં ચોમાસું તીવ્ર ગતિએ આગળ વધી રહ્યું છે અને અત્યાર સુધીમાં કુલ 12 રાજ્યોને આવરી ચૂક્યું છે. ભારતીય હવામાન વિભાગના અહેવાલ અનુસાર, મોનસૂને કેરળ, કર્ણાટક, ગોવા, તમિલનાડુ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ અને આસામમાં સત્તાવાર રીતે એન્ટ્રી કરી દીધી છે. ચોમાસાની આ સક્રિયતા વચ્ચે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનનાં અનેક વિસ્તારોમાં વીજળીનાં કડાકા-ભડાકા સાથે પ્રી-મોનસૂન વરસાદી ઝાપટાં પડ્યાં છે.
રવિવારે રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ભારે વરસાદ સાથે કરા પડ્યાં હતાં, જ્યારે મધ્ય પ્રદેશના ઇન્દોરમાં પ્રચંડ આંધી ફૂંકાઈ હતી. આ દરમિયાન દિલ્હી એરપોર્ટ પર આવેલાં ભારે વાવાઝોડા અને વરસાદનાં કારણે એર ઇન્ડિયાના ત્રણ નેરો-બોડી વિમાનોને મોટું નુકસાન થતાં તેમને કામગીરીમાંથી બહાર કરવા પડ્યાં છે.
આગામી બે દિવસના પૂર્વાનુમાન મુજબ, 9 અને 10 જૂને કેરળ, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ ચાલું રહેશે. જ્યારે ઓડિશા, બિહાર, ઝારખંડ અને પશ્ર્ચિમ બંગાળમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં પણ 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે પ્રી-મોનસૂન પ્રવૃત્તિઓ વેગ પકડશે.
દેશમાં પ્રવેશેલું દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કેરળ પર વધુ સક્રિય અને આક્રમક બન્યું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી સાથે આગામી 9 જૂન સુધી ‘ઓરેન્જ’ અને ‘યેલો’ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ભારે વરસાદનાં કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થતાં સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે, તેમજ કેટલીક યુનિવર્સિટીઓની પરીક્ષાઓ પણ સાવચેતીનાં ભાગરૂપે મુલતવી રખાઈ છે.