Jai Hind

તૃણમુલના ૨૦ લોકસભા સાંસદોનું એનડીએને સમર્થન

દિૃલ્હીમાં મમતા બ્ોનરજીની પાર્ટીમાં ભંગાણ

કેન્દ્રિય મંત્રી ભુપ્ોન્દ્ર યાદૃવન્ો ઘેર મિિંટગ બાદૃ લોકસભા સ્પીકરન્ો પત્ર લખ્યો

ધારાસભ્યો પછી હવે તૃણમૂલ કોંગ્રેસના સાંસદૃોએ પણ મમતાનો સાથ છોડી દૃીધો છે. ન્યૂઝ એજન્સી પીટીઆઇ અનુસાર, લોકસભાના ૨૮ સાંસદૃોમાંથી ૨૦ સાંસદૃોએ દ્ગડ્ઢછ સરકારને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે.
સાંસદૃ અને ટીએમસીના પૂર્વ નેતા કાકોલી ઘોષે પણ સોમવારે આ જ દૃાવો કર્યો. તેમણે જણાવ્યું કે ૨૦ સાંસદૃોએ એનડીએને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. આ અંગે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર પણ મોકલી દૃેવામાં આવ્યો છે.
તેમાંથી ૧૧ સાંસદૃોએ સોમવારે બપોરે કેન્દ્રીય મંત્રી અને બીજેપીના બંગાળ પ્રભારી ભૂપેન્દ્ર યાદૃવના ઘરે મીિંટગ કરી. આ દૃરમિયાન બંગાળના સીએમ શુભેન્દૃુ અધિકારી પણ તેમને મળવા પહોંચ્યા.
આ બેઠકમાં લોકસભા સાંસદૃ કાકોલી ઘોષ, શતાબ્દૃી રોય, અબુ તાહિર, અરુપ ચક્રવર્તી, ખલીલુર રહેમાન, શર્મિલા સરકાર, અસિત મલ, કાલીપદૃ સોરેન, જગદૃીશ બસુનિયા અને પ્રસુન બેનર્જી હાજર રહૃાા.
લોકસભામાં ટીએમસીના હાલ ૨૮ અને રાજ્યસભામાં ૧૩ સાંસદૃો છે. આ પહેલા ૩ જૂને બંગાળના ૮૦માંથી ૫૮ ધારાસભ્યો અલગ જૂથ બનાવી ચૂક્યા છે. આ જૂથે ઋતબ્રતને પોતાના નેતા બનાવ્યા છે.
ટીએમસીના રાજ્યસભા સાંસદૃ સુખેન્દૃુ શેખર રોયે રાજ્યસભા સાંસદૃ પદૃ પરથી રાજીનામું આપી દૃીધું છે. તેમણે કહૃાું છે કે તેમણે સાંસદૃ પદૃની સાથે પાર્ટીમાંથી રાજીનામું આપી દૃીધું છે. રોયે આરોપ લગાવ્યો છે કે ભ્રષ્ટાચાર અંગે ખુલ્લેઆમ બોલ્યા બાદૃ તેઓ પાર્ટીમાં અલગ પડી ગયા હતા.
જણાવવામાં આવી રહૃાું છે કે સુખેન્દૃુ શેખર રાય આ સમયે દૃેશની રાજધાની દિૃલ્હીમાં જ હાજર છે.