Jai Hind

સૂરજની સપાટી પર મહા વિસ્ફોટ: સોલાર કણો પૃથ્વી તરફ ધસી આવ્યા

આજે રાત્રે ઉત્તર ભારતમાં, ધ્રુવ ક્ષેત્રોમાં જોવા મળતી રંગીન ઝાલરો જોવા મળી શક

સોલાર કણો સંચાર અને ટેકિનક સિસ્ટમને અસર કરી શકે છે

સૂરજ પર થયેલા મોટા વિસ્ફોટ બાદ ભારે ઝડપથી સોલાર પાર્ટીકલ્સ ધરતી તરફ આગળ વધી રહ્યા છે, તેમના પૃથ્વી પર પહોંચવાથી ભયાનક તોફાન આવી શકે તેમ છે, તેના આવતા પહેલા નાસા પણ એલર્ટ મોડ પર છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ સોમવારની રાત અને ત્યારબાદ કેટલાક કલાકો સૌથી મહત્વપૂર્ણ બની શકે છે. ચોખ્ખા હવામાન અને ઓછા પ્રકાશવાળા વિસ્તારોમાં લોકોને આકાશ પર નજર રાખવાની સલાહ આપી રહી છે, કારણ કે દુર્લભ કલર ફુલ ઓરાનું ખગોળીય દ્રશ્ય જોવાનો મોકો મળી શકે તેમ છે.સૂરજના સક્રિય ક્ષેત્રમાં શક્તિશાળી વિસ્ફોટ થયો છે, જેણે અંતરિક્ષમાં વિશાળ માત્રામાં ઉર્જા અને ચુંબકીય કણોને મોકલી દીધા છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ ઘટના સામાન્ય સૌર ગતિવિધિઓથી વધુ અસરકારક માનવામાં આવી રહી છે.
વિસ્ફોટ બાદ નીકળેલા પ્લાઝમા અને ચુંબકીય કણોનું વાદળ સીધુ ધરતી તરફ આગળ વધી રહ્યું છે. જેની સ્પીડ લગભગ 1400 કિલોમીટર દર સેક્ધડ છે જેથી તેની અસર ઘણી મજબૂત હોઇ શકે છે. જ્યારે સૂરજથી નીકળેલા આવેશિત કણ પૃથ્વીના ચૂંબકીય ક્ષેત્ર સાથે ટકરાય છે ત્યારે જિયો મેગ્નેટિક સ્ટોર્મ બને છે, જે પૃથ્વીની આસપાસ હાજર ચુંબકીય કવચને અસર કરે છે અને અનેકવાર સંચાર અને ટેકનિકલ સિસ્ટમને પણ અસર કરે છે.