ટીએમસીમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે મંગળવારે સીઆઇડીની ટીમ મમતા બેનર્જીના કાલીઘાટ સ્થિત નિવાસસ્થાને પહોંચી. આ જ પરિસરમાં પાર્ટીનું કેન્દ્રીય કાર્યાલય પણ છે. શરૂઆતમાં ટીમને અંદૃર જવાથી રોકવામાં આવી હતી, પરંતુ બાદૃમાં વધારાના પોલીસ દૃળની હાજરીમાં અધિકારીઓએ પરિસરમાં પ્રવેશ કર્યો.ટીએમસી ના પૂર્વ સાંસદૃ સુભાષિષ ચક્રવર્તીએ કહૃાું કે અભિષેક બેનર્જીની ગેરહાજરીમાં તલાશીની મંજૂરી આપવામાં આવી ન હતી. તેમણે કહૃાું કે અભિષેક આવ્યા પછી એજન્સી તપાસ કરી શકે છે.પાર્ટીના કેટલાક બળવાખોર ધારાસભ્યોએ સ્પીકરને ફરિયાદૃ મોકલી હતી.