નિયત, નીતિ અન્ો નિર્ણય અંગ્ો કોંગ્રેસની ઝાટકણી કાઢતા મોદૃી
આ મારી નહી આપણા સૌની સામુહિક સિધ્ધિ છે:એનડીએની બ્ોઠકન્ો સંબોધતા વડાપ્રધાન
લોકોની પરિપક્વતાની સાક્ષી છે કે તેમણે મને આટલા લાંબા સમય સુધી તેમની સેવા કરવાની તક આપી છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ ભારતના સૌથી લાંબા સમય સુધી સતત સ્ોવા આપનાર ચૂંટાયેલા વડાપ્રધાન રહેવાના રેકોર્ડ પોતાના નામે કરતા ત્ોમની આ સિધ્ધીની દૃેશવ્યાપી ઉજવણી માટે નવી દિૃલ્હીમાં ભારત મંડપમ ખાત્ો મળેલી કેન્દ્રીયમંત્રીઓ, એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ ત્ોમજ અન્ય ન્ોતાઓની બ્ોઠક બાદૃ પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દૃુ અધિકારીએ પીએમ મોદૃી સહિત બ્ોઠકમાં ઉપસ્થિત તમામ ન્ોતાઓન્ો ઝાલપુરીનો આસ્વાદૃ કરાવ્યો હતો. પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી વડાપ્રધાન મોદૃીન્ો પોતાના હાથ ઝાલપુરી પીરસી રહૃાા છે.
એનડીએની બ્ોઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબી વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીનું બંગાળની પ્રાચીન ઢોકરા કલાથી નિર્મિત નાગા દૃુર્ગા પરિવારની મૂર્તિ ભેટ આપી અભિવાદૃન કરી રહૃાા છે.
પીએમ નરેન્દ્ર મોદૃીની આગેવાની હેઠળની સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવા અને ભારતની સૌથી લાંબી સતત ચૂંટાયેલી સરકારના વડા તરીકેની તેમની સિદ્ધિની ઉજવણી કરવા માટે આજે નવી દિૃલ્હીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ની એક મોટી બેઠક યોજાઈ હતી. ભારત મંડપમમાં યોજાયેલી આ બેઠકમાં દૃેશભરના ભાજપના વરિષ્ઠ નેતાઓ, એનડીએના સાથી પક્ષોના નેતાઓ, મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ અને ગઠબંધનના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહૃાા હતા અને તેમણે મોદૃીના સન્માન માટે એક ઠરાવ સર્વાનુમતે પસાર કરીને અભિનંદૃન આપ્યા હતા.
પોતાના સન્માનના બદૃલામં મોદૃીએ બેઠકને કરેલા સંબોધનમાં એ વાત પર ભાર મૂક્યો હતો કે એનડીએ સરકાર આવ્યા બાદૃ દૃેશનું ભાગ્ય બદૃલાઈ ગયું છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદૃીએ કહૃાું, “હું આ યાત્રાનો ભાગ બનેલા તમામ સાથીદૃારોનો પણ આભાર વ્યક્ત કરું છું. આ પ્રસંગે એનડીએ પરિવારના સભ્યોએ એક પ્રસ્તાવ પણ રજૂ કર્યો છે. આ તમારા સ્નેહ અને ઉદૃારતા દૃર્શાવે છે, કારણ કે હું આ યાત્રાને મારી વ્યક્તિગત સિદ્ધિ નથી માનતો. દૃરેક રીતે આ અમારી સામૂહિક સિદ્ધિ છે, એનડીએના દૃરેક સહયોગીની સહિયારી સફળતા છે. તેથી, હું આ પ્રસ્તાવ આપ સૌને, ભાજપના કાર્યકર્તાઓ સહિત આપણા એનડીએ પરિવારના દૃરેક કાર્યકર્તાને સમર્પિત કરું છું. ભારતના લોકોની જન્મજાત સમજણ હંમેશા અદૃભૂત રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આટલા લાંબા સમય સુધી મા ભારતીની સેવા કરવી, તેમની સેવા કરવાનું સૌભાગ્ય મેળવવું એ ભગવાનની વિશેષ કૃપાથી જ શક્ય છે. અને મારા માટે તો જનતા જ ભગવાનનું સ્વરૂપ છે. અને તેથી જ મેં હંમેશા આ સેવાભાવને એક આધ્યાત્મિક સાધના તરીકે જોયું છે. આ આધ્યાત્મિક સાધના ક્યારેય એકલા નથી, આ એક સામૂહિક યજ્ઞ છે જેમાં આપ સૌએ અને અન્ય ઘણા સાથીઓએ કર્તવ્યનિષ્ઠતાથી પોતાનું યોગદૃાન આપ્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદૃીએ કહૃાું, “દૃેશની જનતા રાષ્ટ્રીય સ્તરે રાજકીય સ્થિરતાનું મહત્વ સમજે છે. જે લોકો વાસ્તવમાં સર્વોચ્ચ સત્તામાં છે, તે લોકોની પરિપક્વતાની સાક્ષી છે કે તેમણે મને આટલા લાંબા સમય સુધી તેમની સેવા કરવાની તક આપી છે. ૨૦૧૪ પહેલાના દૃાયકાઓમાં ઘણી અસ્થિરતા અને અશાંતિ હતી, જેના કારણે દૃેશને ઘણું નુકસાન થયું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હવે લોકો સ્થિર સરકારની કામગીરી જોઈ રહૃાા છે અને તેની નિર્ણાયકતાની પ્રશંસા કરી રહૃાા છે. હું આજે આ દૃેશના મહાન લોકોની સામે નમન કરું છું, તેમનો આભાર વ્યક્ત કરું છું. ૨૦૧૪માં જ્યારે એનડીએની જીત થઈ ત્યારે મેં કહૃાું હતું કે દૃેશના સામાન્ય નાગરિક માટે એક નવી આશા જાગી છે. આ અપેક્ષાને જાળવી રાખવી અને તેને આગળ ધપાવવી એ આપણી સામૂહિક જવાબદૃારી છે.
આ રાજકીય સફરમાં ઘણા ઉતાર-ચઢાવને જોતાં મેં ક્યારેય વિચાર્યું નહોતું કે એક દિૃવસ આ પડાવ આવશે.
હું ચૂંટાયેલા વડા પ્રધાન તરીકે સતત લાંબા સમય સુધી સેવા આપવી એ મારું સંપૂર્ણ વિશેષાધિકાર માનું છું. આ અવસર પર મને સન્માનિત કરવા બદૃલ, મને આટલું સન્માન આપવા બદૃલ હું તમારા બધાનો ખૂબ આભારી છું.