Jai Hind

બેન્કોએ દિવસની શરૂઆત પહેલા દરરોજ પોતાનો વ્યાજ દર વેબસાઇટ પર જાહેર કરવો પડશે

ભારતીય રીઝર્વ બેન્કે બેન્કોમાં જમા રકમ પર મળનારા વ્યાજને પારદર્શી બનાવવા માટે એક મુસદ્ાનું માળખુ રજૂ કર્યું છે. આ નવો નિયમ આવ્યા બાદ બેન્ક ચૂપચાપ વ્યાજના દરોમાં ફેરફાર નહીં કરી શકે. બધી બેન્કોએ દરરોજ દિવસની શરૂઆત પહેલા પોતાની વેબસાઇટ પર બધી જમા યોજનાઓના વ્યાજ દરો જાહેર કરવા પડશે.
કેન્દ્રીય બેન્કે મુસદ્ો (ડ્રાફટ) સુચનો માટે જાહેર કર્યો છે. તેનો ઉદ્ેશ બેન્કોને રૂપિયામાં મળેલ મોટી જમાનો વ્યાજ દર નકકી કરવાની વધુ સ્વતંત્રતા આપવા અને જમા દરોના ખુલાસામાં એકરૂપતા લાવવાનો છે. હિત ધારકો આ મુસદા પર 20 જૂન સુધીમાં પોતાનો મત આપી શકે છે.
બેન્કો માત્ર એ વ્યાજ દર પર જમા સ્વીકાર કરશે, જે તેમણે વેબસાઇટ પર દેખાડી છે. આથી ગ્રાહકોને વ્યાજ દરોની તુલના કરવામાં સરળતા રહેશે. જે અંતર્ગત બેન્કોને તરલતા કવરેજ પ્રમાણ માપદંડો અંતર્ગત આવનારા ખર્ચના આધારે એક જ જમા શ્રેણીના ગ્રાહકો માટે અલગ વ્યાજ દરોની મંજુરી મળી શકે છે.
જો કોઇ બેન્કને પોતાનો વેપાર વધારવા માટે વધુ રોકડની જરૂર પડે તો તે મોટા જનાકર્તાઓને લોભાવવા માટે સામાન્યથી વધુ વ્યાજ દરની ઓફિર કરી શકશે. તેની વિરૂધ્ધ જો કોઇ બેન્ક પાસે અગાઉથી જ પર્યાપ્ત રોકડ મોજૂદ છે તો તે જથ્થાબંધ જમા પર ઓછો વ્યાજ દર પણ આપી શકે છે. જો કે બેન્કરોનું કહેવું છે કે આ પગલાથી જમા મેળવવા પર કોઇ ખાસ અસર નથી જોવા મળતી.