વેપાર ઉદ્યોગ સંગઠનોની રજુઆત બાદ મુદત વધારો
નવી દિલ્હીતા.11
ગુજરાત સહિત દેશભરના વેપારીઓ માટે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST ) વિભાગ તરફથી એક રાહત અપાઈ છે GST હેઠળ ઈ-વે બિલ સિસ્ટમમાં જે ફેરફારો અગાઉ 15 જૂનથી લાગુ થવાના હતા, તેના અમલીકરણની મુદત હવે 1 ઓગસ્ટ સુધી લંબાવી દેવામાં આવી છે. વિવિધ વેપારી સંગઠનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાને રાખીનેGST સત્તાધીશોએ વેપારીઓના હિતમાં બે મહિનાનો સમય વધારી આપવાનો આ નિર્ણય કર્યો છે.આ આગામી નવા નિયમો અનુસાર, વેપારીઓએ ઈ-વે બિલ બનાવતી વખતે માલ જ્યાં પહોંચાડવાનો હોય તે પ્રાપ્તકર્તાનો ’શિપ ટુ GST’ નંબર બિલમાં ફરજિયાતપણે દર્શાવવાનો રહેશે. આ નવો નિયમ સિસ્ટમમાં પારદર્શિતા લાવવા અને ટેક્સ ચોરી રોકવાના હેતુથી લાવવામાં આવ્યો છે. સરકાર દ્વારા આ નિયમો લાગુ કરવા માટે બે મહિનાની મુદત વધારી આપવાના કારણે વેપારી આલમમાં ભારે સંતોષની લાગણી જોવા મળી રહી છે.
બીજા એક મહત્વપૂર્ણ નિયમ અંતર્ગત હવેથી વેપારીના માલની ડિલિવરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયા બાદ, ઈ-વે બિલને પોર્ટલ પર જઈને મેન્યુઅલી ’ક્લોઝ’ કરવાનું પણ ફરજિયાત રહેશે.