સરકારી શાળાઓના મકાનો અદ્યતન હોવા જોઇએ નહીં ત્ોમાં વિદ્યાર્થીઓન્ો ગુણવત્તાવાળું પાયાનું શિક્ષણ આપવું જોઇએ જેથી બાળકોનું ભવિષ્ય સુધરે
આ એક સામાન્ય ધારણા બની ચૂકી છે કે, શ્રેષ્ઠ શિક્ષણ માત્ર ખાનગી શાળામાં મળી શકે છે. એક હદૃ સુધી ધારણા સરકારી શિક્ષણ સંસ્થાઓમાં થતી બ્ોદૃરકારીના કારણે થઇ છે.
આ વિચાર ધારાના કારણે ગામડાઓમાં વસવાટ કરતા પરિવારો તથા ઓછી આવક હોય ત્ોવા કુટુંબોનો મોટી રકમની ફિની સાથે પુસ્તકો, સ્ટેશનરી, બાળક માટે પરિવહનનો બોજો ઉઠાવવો અઘરો થયો છે.
આ સમસ્યાનું બીજુ પાસુ આ છે કે, દૃેશમાં ઘણી બધી સરકારી શાળાઓ ઉત્કૃષ્ણ પરિણામ આપી રહી છે. તાજેતરમાં જે બોર્ડના પરિક્ષાના પરીણામો જાહેર થયા છે ત્ોમાં કેન્દ્રીય વિદ્યાલયો તથા નવોદૃય વિદ્યાલયોએ ખાનગી શાળાની સરખામણીમાં શ્રેષ્ઠ પ્રદૃર્શન કર્યું છે.
આથી આ બાબત સ્પષ્ટ થાય છે કે, શિક્ષણની ગુણવત્તા અનુભવી શિક્ષકો તથા સંસાધનોના સારા ઉપયોગથી થાય છે નહીં કે, બાળક માટે વધુ ફી આપીન્ો કે શાળાની ચમક જોઇન્ો.
ત્ોલગંણાના નિર્મલ જિલ્લામાં આવેલા બાબાપુર નામના નાના ગામમાં એક એવો નિર્ણય લેવામાં આવ્યો છે જે દૃેશભરમાં પ્રેરણા રૂપ બની શકે છે. બાબાપુરે આ બાબત પ્ાૂરવાર કરી છે કે, પરિવર્તન કોઇ મોટા શહેરમાંથી નહીં પરંતુ નાના ગામડાથી શરૂ થઇ શકે છે.
ગામના લોકોએ સર્વસંમતિથી સંકલ્પ કર્યો હતો કે, ત્ોઓ પોતાના બાળકન્ો ખાનગી શાળાઓમાં અભ્યાસ કરવા મૂકવાના બદૃલે હવે સરકારી શાળાઓમાં શિક્ષણ માટે મોકલશે. આ માત્ર એક શૈક્ષણિક નિર્ણય નથી પરંતુ સરકારી શિક્ષણ વ્યવસ્થામાં વિશ્ર્વાસ રાખવાનું એક સાહસિક પગલું છે. આ સમયમાં જ્યારે શિક્ષણન્ો લઇન્ો ખાનગી શાળાઓનું આકર્ષણ સતત વધી રહૃાું છે ત્યારે બાબાપુર ગામનો આ નિર્ણય સમાજન્ો નવી દિૃશા દૃર્શાવે છે. જ્યારે ગામના બધા બાળકો સરકારી શાળામાં ભણશે ત્યારે નીતિ-નિર્માતાઓની નજર વિદ્યાલયની વ્યવસ્થા પર રહેશે. આથી શાળાનું વહીવટી તંત્ર તથા શિક્ષકોની જવાબદૃારી વધશે અને શિક્ષણનું સ્તર સર્વશ્રેષ્ઠ થશે.
શિક્ષણ એ માત્ર સરકારની જવાબદૃારી નથી પરંતુ સમાજ તથા નીતિ-નિર્માતાઓ માટે પણ સમાન ભાગીદૃારીની જરૂર છે. બાબાપુર જેવો સંકલ્પ મુશ્કેલ નથી પરંતુ આવી પહેલ કરવામાં રાજ્ય સરકારોએ નક્કર પ્રયાસ કરવા પડશે.
સરકારી શાળાઓમાં પ્રાથમિક સુવિધા, આધુનિક શિક્ષણ, પુસ્તકાલય, રમત-ગમતની સુવિધાઓ વગ્ોરે શ્રેષ્ઠ સગવડો આપવી જરૂરી છે. સૌથી મહત્વની વાત આ છે કે, શિક્ષકોની હાજરી તથા ગુણવત્તાવાળા શિક્ષણ પર ભાર મુકવો પડશે.
કેન્દ્રીય વિદ્યાલયો તથા નવોદૃય વિદ્યાલયોની સફળતાનો આધાર ત્ોમનું શ્રેષ્ઠ પ્રબંધન તથા સ્પષ્ટ કાર્યપ્રણાલી રહેશે. જો રાજ્યની સરકારો આ મોડલથી બોધપાઠ લેશે તો અને વિદ્યાલયોમાં જરૂરી સુધારા કરશે તો પરિણામ નિશ્ર્ચિત સ્વરૂપ્ો સારૂ આવશે.
આજે જરૂરિયાત માત્ર શ્રેષ્ઠ શાળાનું મકાન બનાવવાની નથી પરંતુ વિચારધારા બદૃલવાની જરૂર છે આ સાથે નીતિ-નિર્માતાઓ તથા જન પ્રતિનિધિઓની ભૂમિકા મહત્વની છે. જો મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદૃો તથા વરિષ્ઠ અધિકારીઓ પોતાના બાળકોન્ો સરકારી શાળાઓમાં શિક્ષણ માટે મોકલશે તો શાળામાં શિક્ષણની ગુણવત્તામાં વધારો થશે આથી આ વાત સ્પષ્ટ છે કે, જે વ્યવસ્થા પર સમાજનું ન્ોત્ાૃત્વ વિશ્ર્વાસ રાખશે તો ત્ોના પર સામાન્ય જનતાનો વિશ્ર્વાસ વધુ મજબ્ાૂત થશે. સરકારી શાળાઓમાં માવતર પોતાના બાળકોન્ો પ્રવેશ અપાવતા અટકતા હોય છે ત્ોમાં મુખ્ય કારણો આ મુજબ છે. ઘણા માવતર એવું માનતા હોય છે કે, ખાનગી શાળાઓમાં અભ્યાસનું સ્તર વધુ શ્રેષ્ઠ હોય છે.
કેટલીક સરકારી શાળાઓમાં વર્ગખંડ, લેબ, પુસ્તકાલય, રમત-ગમતના સાધનો, પીવાનું પાણી, જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ હોય છે કેટલીક જગ્યાએ શિક્ષકોની ખાલી જગ્યાઓ અથવા નિયમિત ગ્ોરહાજરીના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર માઠી અસર પડે છે.
ઘણા વાલીઓ એવું માનતા હોય છે કે, અંગ્રેજી માધ્યમમાં ભણવાથી ભવિષ્યમાં રોજગાર અન્ો ઉચ્ચ શિક્ષણની સગવડ મળી રહેશે. ઉપરાંત ઘણા પરિવારો ખાનગી શાળાન્ો વધુ પ્રતિષ્ઠિત માન્ો છે અને તથા પોતાના બાળકન્ો પ્રવેશ અપાવવાનું પસંદૃ કરતા હોય છે.
વાલીઓ એવું માનતા હોય છે કે, ખાનગી શાળાના વિદ્યાર્થીઓન્ો સ્પર્ધાત્મક પરીક્ષાઓ અન્ો કારકિર્દૃીમાં વધુ તક મળે છે, શાળાની પસંદૃગી કરતી વખત્ો ચોક્કસ શાળાની ગુણવત્તા અને સુવિધાઓનું મૂલ્યાંકન કરવું જરૂરી છે.