પૂર્વોત્તર રાજ્ય મેઘાલય અને બાંગ્લાદૃેશની આંતરરાષ્ટ્રીય સરહદૃ પર મોટો હોબાળો થયો હતો. સીમા સુરક્ષા દૃળ દ્વારા કથિત રીતે એક બાંગ્લાદૃેશી નાગરિકને પરત મોકલવાની કાર્યવાહી બાદૃ બંને દૃેશોની સરહદૃ પર ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી અને ત્યારબાદૃ પથ્થરમારાની ઘટનાઓ સામે આવી હતી. આ ઘટના મેઘાલયના દૃક્ષિણ પશ્ર્ચિમ ગારો હિલ્સ જિલ્લાના મહેન્દ્રગંજ વિસ્તારમાં આવેલા નંદિૃર ચાર સરહદૃી વિસ્તારની હોવાની માહિતી મળી રહી છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે સંબંધિત વ્યક્તિએ કથિત રીતે ગેરકાયદૃેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો હતો. સુરક્ષા એજન્સીઓ દ્વારા તેને કસ્ટડીમાં લીધા બાદૃ બીએસએફ એ તેને બાંગ્લાદૃેશ તરફ પરત મોકલવાની પ્રક્રિયા શરૂ કરી. જોકે, આ મામલો ત્યારે વધુ ગૂંચવાયો જ્યારે બાંગ્લાદૃેશ બોર્ડર ગાર્ડ્સ અને સરહદૃ પાર હાજર સ્થાનિક લોકોએ કથિત રીતે તે વ્યક્તિનો સ્વીકાર કરવાનો ઈનકાર કરી દૃીધો. પ્રાપ્ત માહિતી પ્રમાણે બાંગ્લાદૃેશ બોર્ડર ગાર્ડ્સના ઈનકાર બાદૃ તે વ્યક્તિ બંને દૃેશોની સરહદૃ વચ્ચે ફેન્સિંગ પાસે જ ફસાઈ ગયો. આના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ભ્રમ અને તણાવની સ્થિતિ સર્જાઈ ગઈ. સ્થાનિક લોકોનો દૃાવો છે કે સંબંધિત વ્યક્તિએ ખુદૃને બાંગ્લાદૃેશી નાગરિક હોવાનું જણાવ્યું હતું, તેમ છતાં બાંગ્લાદૃેશ તરફથી તેને પોતાના કબજામાં લેવાનો સ્પષ્ટ ઈનકાર કરી દૃેવામાં આવ્યો હતો.
આ ઘટનાના સમાચાર વાયુવેગે ફેલાતા જ સરહદૃની બંને બાજુએ મોટી સંખ્યામાં લોકો એકઠા થવા લાગ્યા હતા. જોતજોતામાં સેંકડો લોકો સરહદૃની નજીક પહોંચી ગયા અને માહોલ તણાવપૂર્ણ બની ગયો.