નવી દિલ્હી: મધ્યપ્રદેશમાં રાજયસભાની ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું ઉમેદવારી પત્રક રદ કરવાના રીટર્નીંગ ઓફીસરના નિર્ણયને સુપ્રીમ કોર્ટે માન્ય રાખતા મીનાક્ષી નટરાજનની અરજી ફગાવી હતી. ગઈકાલે સર્વોચ્ચ અદાલતે આ અંગે તાત્કાલીક સુનાવણીના ઈન્કાર કર્યા હતો અને આજે તેના પર ટુંકી સુનાવણી કરતા જણાવ્યું કે આ અરજી પર સુનાવણી કરવા માટે લાયક નથી. આ અંગે મીનાક્ષી નટરાજનના ધારાશાસ્ત્રી અભિષેક મનુ સિંધવીએ દલીલ કરી હતી કે હજુ સુધી આરોપ નકકી થયા નથી જયારે જનપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ જયાં સુધી આરોપો નિશ્ર્ચિત કે ચાર્જશીટેડ થાય નહી ત્યાં સુધી નામાંકન રદ થઈ શકે નહી તે એક શરત છે. આ કેસમાં આરોપો હજુ ચાર્જશીટેડ થયા નથી તો નામાંકન રદ થઈ શકે નહી.