Jai Hind

NEET પરીક્ષાર્થીઓ માટે NTA નો નિર્ણય પરીક્ષાર્થીઓને મળશે વધારાનો સમય : NTA નો મોટો નિર્ણય

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (દ્ગ્છ)એ ૨૧ જૂન ૨૦૨૬ના રોજ આયોજિત થનારી નીટ યુજી ૨૦૨૬ની પરીક્ષા વિશે કેટલાક ફેરફારોની જાહેરાત કરી છે. એજન્સીનુ એવું કહેવું છે કે પરીક્ષાને નિષ્પક્ષ, સુરક્ષિત અને ઉમેદૃવારો માટે વધુ સુવિધાજનક બનાવવાના હેતુસર આ નિર્ણયો લેવાયા છે. એજન્સીએ ઉમેદૃવારો પાસેથી મળેલા ફીડબેકને ધ્યાનમાં રાખીને પરીક્ષાનો સમયગાળો વધારવાની સાથે સાથે સુરક્ષા વ્યવસ્થાને પણ વધુ મજબૂત કરી છે. અનેકવાર નીટ પેપર લીક થવાના કારણે એજન્સી આ વખતે કડક સિક્યુરિટી નિયમો અપનાવી રહી છે. એનટીએ તરફથી એક પબ્લિક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેમાં આગામી નીટ પરીક્ષા મુદ્દે વિદ્યાર્થીઓ માટે કેટલીક જાણકારીઓ શેર કરાઈ છે.
એનટીએના જણાવ્યાં મુજબ પરીક્ષાના સમયગાળાને વધારવામાં આવ્યો છે અને આ ફેરફારનો હેતુ પ્રશાસનિક પ્રક્રિયાઓને કારણે વિદ્યાર્થીઓને પરીક્ષાના પ્રશ્ર્નોના જવાબ લખવા માટેના સમય પર અસર ન થાય અને જવાબ લખવા માટે પૂરતો સમય મળે તે સુનિશ્ર્ચિત કરવાનો છે. વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા સહિત અનેક માધ્યમોથી વિદ્યાર્થીઓ તરફથી કહેવાયું હતું કે તેમને પ્રશ્ર્નપત્ર વાંચવાન અને સમજવાનો સમય મળતો નથી. દ્ગ્છએ બહાર પાડેલા નોટિફિકેશન મુજબ નીટ પરીક્ષાના સમયમાં વધારો કરાયો છે. આ વખતે આયોજિત થનારી નીટ યુજી પરીક્ષાનો કુલ સમયગાળો ૧૯૫ મિનિટ હશે. ૨૧ જૂન રવિવાર ૨૦૨૬ના રોજ થનારી આ નીટ રી એક્ઝામનો સમય બપોરે ૨ વાગ્યાથી સાંજે ૫.૧૫ વાગ્યા સુધી રહેશે.