Jai Hind

લોકસભાની 170 બેઠકોનું જ નવું સિમાંકન કરવું જોઈએ: PM કમીટીનું સૂચન

તમામ બેઠકોનું સિમાંકન કરવાની જરૂર નથી: ઈકોનોમીક એડવાઈઝરી કાઉન્સીલનો અભિપ્રાય

હાલ ટાર્ગેટેડ 170 બેઠકોમાંથી 59નું બે બેઠકોમાં અને 111નું ત્રણ બેઠકોમાં પરિવર્તન કરવાથી દક્ષિણ અને ઉતર પશ્ર્ચિમ ભારતના રાજયોની સમતુલા જળવાઈ રહેશે: ગુજરાતમાં 26માંથી 39 બેઠક કરવા ભલામણ

આગામી સમયમાં દેશમાં લોકસભાની બેઠકોમાં નવુ સિમાંકન અમલી બનશે તે નિશ્ર્ચિત છે અને તેની સાથે નવા રાજકીય સમીકરણો પણ બનશે જેમાં હજુ સુધી સરકારે નવા સિમાંકન પંચ રચવા સહિતનો નિર્ણય લેશે તે સમયે વડાપ્રધાનની ઈકોનોમીક એડવાઈઝરી કાઉન્સીલે નવા સિમાંકન અંગે એક વર્કીંગ પેપર તૈયાર કર્યુ છે અને તેમાં દેશની 170 લોકસભામાં જ નવા સિમાંકન અંગે કવાયત હાથ ધરવા ભલામણ કરી છે. આ ઉપરાંત કાઉન્સીલે હાલની 543માંથી 824 બેઠકો કરવી તેવો કોઈ ટાર્ગેટ ન રાખવા પણ ભલામણ કરી છે. કાઉન્સીલના સભ્ય શમીકા રવિ અને મુદીત કપુર કે જે ઈન્ડીયન સ્ટેટેજીકલ ઈન્સ્ટીટયુટના સભ્ય પણ છે. તેણે લોકસભાની 59 બેઠકોના ભાગલા પાડી તેમાંથી બે બેઠકો સર્જવા અને 111 બેઠકોને ભાગલા પાડીને ત્રણ બેઠકો બનાવવા ભલામણ કરી છે અને તેને કારણે આગામી ચુંટણીમાં મતદારોની સંખ્યા પણ વધી જશે અને 90થી2.3 કરોડ લોકો ઉમેરાશે.
નવી દરખાસ્ત મુજબ કેરળ, તામિલનાડુની જે 59 બેઠકો છે તેમાંથી 22 બેઠકોના ભાગલા કરીને બે બેઠકો સર્જવા ભલામણ કરવામાં આવી છે. જયારે ઉતરપ્રદેશમાં 17 બેઠકોમાંથી દરેકમાં ત્રણ બેઠકો મહારાષ્ટ્રમાં આ પ્રકારે 12માંથી દરેકમાં ત્રણ, બિહારમાં 10માંથી 3 ગણી બેઠકો અને પશ્ર્ચિમ બંગાળમાં પણ 10માંથી 30 લોકસભા બેઠક સર્જી શકાશે. જેના કારણે દક્ષિણ અને ઉત્તરના રાજય વચ્ચે અસંતુલનનો ભય છે તે પણ દુર થઈ જશે. તેલંગાણામાં હાલની 17માંથી 26 બેઠકો આંધ્રપ્રદેશમાં 25માંથી 38, કર્ણાટકમાં 28માંથી 42 અને તામિલનાડુમાં 39 માંથી 59 જયારે કેરળમાં 20માંથી30 બેઠકો બની શકે છે. આવી જ રીતે પશ્ર્ચિમમાં મહારાષ્ટ્રમાં હાલ 48 બેઠકો છે તેની 72 બેઠક રાજસ્થાનમાં 25 બેઠકો છે તેને બદલે 38 બેઠક, ઉતરપ્રદેશમાં 80માંથી 120 બેઠક, મધ્યપ્રદેશમાં 29 માંથી 44 બેઠક, ગુજરાતમાં 26માંથી 39 બેઠક અને બિહારમાં 40માંથી 60 બેઠકનું સર્જન કરવા ભલામણ થઈ છે. આ અભ્યાસ પેપર જણાવે છે કે તેના કારણે દક્ષિણના રાજયોનો જે હિસ્સો છે તે હાલ 23.6 ટકા છે તે 23.7 ટકા થશે અને ઉતર તથા પશ્ર્ચિમના રાજયોનો હિસ્સો 45.2 ટકા છે તે 45.6 ટકા થશે. આમ વર્તમાન સંતુલનમાં કોઈ મોટો ફેરફાર થશે નહી. હાલ દેશમાં મધ્યમ કદની લોકસભા બેઠકમાં મતદારો 18.2 લાખ મતદારો અને મોટી બેઠકોમાં સરેરાશ 32 લાખથી વધુ મતદારો છે. જેના કારણે અમુક બેઠકોમાં વર્કલોડ વધ્યો છે.