અરબી સમુદ્રમાં ૮ દિવસથી ચોમાસુ અટક્યુ

૯ રાજ્યોમાં પ્રી-મોન્સ્ાૂન સક્રિય પણ ઘણા ભાગોમાં ગરમી પડી રહી છે

મધ્યપ્રદૃેશણાં ૫ દિૃવસ બાદૃ ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે: પછી છત્તીસગઢ, મહારાષ્ટ્રમાં આગળ વધશે

દૃેશના ૯ રાજ્યોમાં પ્રી-મોન્સૂન સક્રિય છે, પરંતુ ઘણા વિસ્તારોમાં ગરમી પડી રહી છે. મોન્સૂન તેલંગાણાના ભદ્રાચલમમાં ૬ દિૃવસથી અટકેલું છે. જ્યાં સુધી તે આગળ નહીં વધે, ત્યાં સુધી મધ્ય પ્રદૃેશમાં આ તરફથી દૃસ્તક નહીં આપે. બીજી તરફ મોન્સૂન અરબી સમુદ્રથી આગળ વધ્યું નથી. અહીં ૮ જૂનથી અટકેલું છે.
વર્લ્ડ મેટ્રોલોજી ઓર્ગેનાઈઝેશનની હાઈડ્રો મેટ્રી ટીમના સભ્ય ડો. પંકજ કુમારના મતે મધ્ય પ્રદૃેશમાં મોન્સૂનની એન્ટ્રી ૫ દિૃવસમાં અથવા તે પછી જ થઈ શકે છે.
હવામાન મોડેલો સંકેત આપી રહૃાા છે કે આ સપ્તાહના અંત સુધીમાં વરસાદૃની ગતિવિધિઓમાં સુધારો શક્ય છે. જેટ સ્ટ્રીમની વર્તમાન પેટર્ન નબળી પડતાં મોન્સૂની પવનો તેજ બનશે. આગામી ૪-૫ દિૃવસમાં મોન્સૂનના મહારાષ્ટ્ર, કર્ણાટક, છત્તીસગઢ અને અન્ય વિસ્તારોમાં આગળ વધવા માટેની પરિસ્થિતિઓ બની શકે છે.
જેટ સ્ટ્રીમ વાતાવરણના ઉપલા સ્તરોમાં વહેતા અત્યંત તેજ પવનો છે. આ સામાન્ય રીતે પૃથ્વીની સપાટીથી લગભગ ૮ થી ૧૫ કિલોમીટરની ઊંચાઈએ હોય છે. આ મોન્સૂન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ર્ચિમી વિક્ષોભને પ્રભાવિત કરે છે.
દૃેશમાં દૃક્ષિણ-પશ્ર્ચિમ ચોમાસાની ગતિ હાલમાં ધીમી પડી ગઈ છે. ૧૫ જૂનની સેટેલાઇટ તસવીરોમાં દૃેશના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસાના વાદૃળો ગાયબ જોવા મળ્યા.
હવામાન વિભાગ મુજબ, ૪ જૂનથી ૧૫ જૂન વચ્ચે દૃેશમાં સામાન્ય ૫૩.૭ મિમીની સરખામણીમાં માત્ર ૧૯.૨ મિમી વરસાદૃ થયો. એટલે કે વરસાદૃમાં ૬૪%નો ઘટાડો નોંધાયો છે.
ચોમાસું નબળું પડવાનું કારણ સમુદ્રમાં ભેજની અછત નથી, પરંતુ ઉપલા વાતાવરણના પવનોની અસામાન્ય પેટર્ન છે. આ વખતે પશ્ર્ચિમી જેટ સ્ટ્રીમ સામાન્ય કરતાં વધુ દૃક્ષિણ તરફ ખસી ગઈ છે, જેના કારણે ચોમાસાને આગળ વધારતા પવનો પ્રભાવિત થઈ રહૃાા છે.
અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પૂરતા ભેજ હોવા છતાં વાદૃળો બની શકતા નથી. આનાથી ચોમાસાની પ્રગતિ પર હાલ પૂરતી બ્રેક લાગી શકે છે. જોકે, આગામી કેટલાક દિૃવસોમાં તેની આગળ વધવાની સંભાવના છે.

રિલેટેડ ન્યૂઝ