મેસેજિંગ એપની અરજી પર તાત્કાલિક સુનાવણીની તૈયારી
આગામી તા.21ના રોજ યોજાનારી રી-નીટ પરીક્ષા પુર્વે કેન્દ્ર સરકારે જે રીતે ટેલિગ્રામ એપ્લીકેશનને કામચલાવ બ્લોક કરી છે તેની સામે આ કંપનીએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરીને તાત્કાલીક સુનાવણીની માંગણી કરી છે. નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ ગત નીટ પેપર ટેલિગ્રામ સહિતની સોશ્યલ મીડીયા ચેનલો પર લીક થયુ હતું અને તેમાં ટેલિગ્રામની ભૂમિકા સૌથી મોટી હતી.
તેથી સરકારે આ મેસેજીંગ એપ પર તા.22 એટલે કે પરીક્ષા પુરી થયા પછી એક દિવસ સુધી તેને બ્લોક કર્યુ છે એટલું જ નહી તા.30 સુધી ટેલિગ્રામમાં જે મેસેજ એડીટીંગની સુવિધા છે તે પણ બ્લોક કરી દેવામાં આવી છે અને તેનાથી દેશભરમાં આ પ્લેટફોર્મ હવે ઉપયોગ થઈ શકતો નથી. હવે દિલ્હી હાઈકોર્ટ આ મુદે કઈ રીતે આદેશ આપે છે તેના પર નજર છે.
આ મેસેજીંગ એપના ફાઉન્ડર અને સીઈઓ પોવેલ દુરોવ એ એકસ પર પોષ્ટ મુકીને આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે ભારતમાં ટેલિગ્રામના 15 કરોડ યુઝર્સને સજા મળી રહી છે. કારણ કે કેટલાક યુઝર્સે પરીક્ષાના લીક થયેલા સવાલ શેર કર્યા હતા. પરંતુ જે લોકોને આ સાથે કશુ લેવાદેવા નથી તેને પણ સજા મળી રહી છે. આ પ્રકારે પ્રતિબંધથી કોઈ ફર્ક પડશે નહી.
