નાણાકીય વર્ષ 2025-26 માટે ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરનારા ટેક્સપેયર્સ અનેક મોટા ફેરફારોનો સામનો કરવો પડી શકે છે. આ ફેરફારો આઇટીઆર ફોર્મ-1 (સહજ), ફોર્મ-2, ફોર્મ-3 અને આઇટીઆર ફોર્મ-4 (સુગમ) માં કરવામાં આવ્યાં છે. ફોર્મ-3 ભરનારા વેપારીઓ અને ટ્રેડર્સ માટે પણ નિયમો કડક કરવામાં આવ્યાં છે. હવે ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (ઋઘ), ઇન્ટ્રાડે ટ્રેડિંગ, કોમોડિટી ટ્રેડિંગ અને કરન્સી ટ્રેડિંગની આવકને અલગ-અલગ દર્શાવવી પડશે. આ ઉપરાંત, ફોર્મ-4 (સુગમ) માં સૌથી મોટો ફેરફાર બેંક ખાતામાં 31 માર્ચ 2026 સુધી ઉપલબ્ધ બાકી રકમનો ફરજિયાત ખુલાસો કરવાનો છે. સાથે જ બે મકાનોની આવક અને રૂા.1.25 લાખ સુધીના કેપિટલ ગેઇનને ફોર્મમાં રિપોર્ટ કરી શકાશે.
ફોર્મ-1 (સહજ)માં ફેરફાર
ટેક્સપેયર્સ હવે બે હાઉસ પ્રોપર્ટી (મકાન મિલકત) સુધીની આવકની માહિતી સહજ ફોર્મમાં આપી શકે છે અને આઇટીઆર ફાઇલિંગ માટે આ જ ફોર્મનો ઉપયોગ કરી શકે છે. પહેલાં, જે કરદાતાઓની આવક એક કરતાં વધુ હાઉસ પ્રોપર્ટીમાંથી થતી હતી, તેમણે ફોર્મ-2 ભરવું પડતું હતું. જે ટેક્સપેયર્સ લિસ્ટેડ ઇક્વિટી શેર અથવા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાંથી લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન (કઝઈૠ) કમાય છે, તેઓ હવે ફોર્મ-1 માં આવા ગેઇનની માહિતી આપી શકે છે, શરત માત્ર એટલી છે કે નાણાકીય વર્ષ દરમિયાન આ ગેઇન રૂા.1.25 લાખથી વધુ ન હોવો જોઈએ. વિદેશથી પેન્શનની આવક મેળવતાં ટેક્સપેયર્સે હવે ફોર્મ-1માં તેમનાં વિદેશી પેન્શન એકાઉન્ટ્સની માહિતી આપવાની જરૂર નથી.
ફોર્મ-2
આ ફોર્મમાં કેપિટલ ગેઇન્સની વધુ વિગતો આપવી પડશે. એસેટના પ્રકારનાં આધારે, ખરીદીની તારીખ, ટ્રાન્સફરની તારીખ, વેચાણથી મળેલી રકમ, ખરીદીની પડતર કિંમત અને લાગું પડતાં ટેક્સના નિયમો જેવી માહિતી અલગથી જણાવવી પડી શકે છે. ફોર્મમાં હવે શેર બાયબેક ટ્રાન્ઝેક્શનથી થયેલાં નુકસાનની માહિતી આપવા માટે એક અલગ ખાનું ઉમેરવામાં આવ્યું છે. પહેલાં, શેર બાયબેકમાંથી મળેલી રકમને ’ડીમ્ડ ડિવિડન્ડ ઇનકમ’ ગણવામાં આવતી હતી અને તેનાં પર વ્યક્તિનાં સ્લેબ રેટ મુજબ ટેક્સ લાગતો હતો.
