સોશિયલ મીડિયા કંપનીઓએ ભ્રામક અને અફવા ફેલાવતી બાબતોન્ો નિયંત્રિત કરવી જોઇએ અન્ો વ્યક્તિગત માહિતીનો દૃૂરઉપયોગ કરવો જોઇએ નહીં
વિશ્ર્વભરમાં કરવામાં આવેલા મીડિયા પર વધુ સમય પસાર કરનાર વ્યક્તિ િંચતા, નિરાશા, િંનદ્રાની ઉણપ, આત્મવિશ્ર્વાસનો અભાવ તથા આત્મઘાતી પ્રવૃત્તિ કરે છે.
ઇટાલીમાં ૧૨ વર્ષની કિશોરીના મોત પછી પરિવારોએ મેટા તથા ટીકટોક વિરૂધ્ધ સામૂહિક કેસ દૃાખલ કરીન્ો આરોપ મૂકયો હતો કે, આ પ્લેટફોર્મ પરથી અલ્ગોરીધમ દ્વારા સગીર બાળકોન્ો ઘણું નુકસાન થાય છે.
આથી બાળકો હતાશા અને પોતાની જાતન્ો નુકસાન કરવાની વૃત્તિ કરતા હોય છે. વિશ્ર્વભરમાં માવતરોન્ો હંમેશા આ બાબતની િંચતા રહેતી હોય છે ભારત જેવા દૃેશમાં માવતરોન્ો આ મુદ્દે િંચતા વધી જાય છે. કારણ કે, અહીંયા ડિજિટલ પ્રવૃત્તિ ઝડપથી વધી રહી છે ત્ોની સામે ડિજિટલ અનુશાસનની વાત એક કોડીની પ્ાૂરવાર થઇ રહી છે.
આ વાતથી બધા લોકો માહિતગાર છે કે, ડિજિટલ ટેકનીકથી દૃરેક માનવીઓનું જીવન વધુ સરળ થયું છે અને રોજગારીના નવા અવસરો ઉભા થયા છે. પરંતુ આ ટેકનીક જ્યારે સમસ્યાઓન્ો સાથે લઇન્ો આવે છે ઇટાલીના પરિવારો જેવું દૃર્દૃ આવવું સ્વભાવિક છે. સોશ્યલ મીડિયાની માનસિક સ્વાસ્થ્ય પર કેમ વિપરિત અસર પડે છે. આ પ્રશ્ર્નનો જવાબ અલ્ગોરિધમમાં છુપાયેલો છે.
સોશ્યલ મીડિયા કંપનીઓ પોતાના અલ્ગોરિધમન્ો એ રીત્ો ડિઝાઇન કરે છે કારણ કે લોકો ત્ોમના પ્લેટફોર્મ પર વધુમાં વધુ સમય પસાર કરતા રહે.
ઇરાદૃો એક માત્ર આ છે કે, વપરાશકર્તાન્ો વધુમાં વધુ સમય સુધી આ પ્લેટફોર્મ પર ઝકડી રાખવાનો હોય છે. વપરાશ કર્તાઓના માનસિક સ્વાસ્થ્યની િંચતા ઓછી અન્ો પોતાની આવક વધે ત્ો માટે વધુમાં વધુ અલ્ગોરીધમ બનાવવામાં આવતા હોય છે. આથી બાળકોન્ો લઇ પુખ્ત્ા વયના લોકોમાં આ િંચતા નજરે પડે છે કે, ત્ોઓ ઘરમાં હાજર હોવા છતાં પરિવાર સાથે હોતા નથી આ બાબત એટલા માટે કે માવતરો આજે બાળકોન્ો મોબાઇલ આપતા થઇ ગયા છે.
આ સ્માર્ટ ફોન બાળકોના હાથમાં હોય ત્યારે ત્ોન્ો કોઇ ધારદૃાર વસ્તુ આપી હોય ત્ોવું લાગ્ો છે આ િંચતાન્ો ધ્યાનમાં રાખીન્ો ઇટાલીમાં કેસ નોંધાવનાર પરિવારે સોશ્યલ મીડિયા પર સગીર વયના બાળકો માટે સુરક્ષિત પ્લેટફોર્મની માગણી કરી છે ઉપરાંત સગીરોની મોબાઇલ વાપરવા પર નિયંત્રણ મૂક્યા, જે રીલ અથવા અન્ય માહિતી મોબાઇલ પર આવતી હોય ત્યારે જોખમોની સ્પષ્ટ ચેતવણી આપવા વગ્ોરે બાબતોની માંગણી કરવામાં આવી છે.
ટેક કંપનીઓ ભલે એવો દૃાવો કરે કે ત્ોઓ હાનિકારક માહિતી નહીં આપ્ો તથા માવતરો બાળકો મોબાઇલમાં શું માહિતી મેળવે છે ત્ોનું ધ્યાન રાખે પરંતુ આ બધી બાબત અયોગ્ય છે હવે તો એઆઇ આધારિત સામગ્રીનું જોખમ વધી ગયું છે.
વિશ્ર્વભરમાં ૧૬ વર્ષથી નાના બાળકો પર સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની ચર્ચા વચ્ચે ઘણા દૃેશોએ હવે કાયદૃાનું નિર્માણ કર્યું છે પ્રશ્ર્ન આ છે કે, શું આવા પ્રતિબંધો પર્યાપ્ત છે? આ બાબત એટલા માટે કે સોશ્યલ મીડિયા મંચ પર વય મર્યાદૃા નક્કી કરવાની વ્યવસ્થા હજુ સુધી થઇ શકી નથી આથી સોશ્યલ મીડિયાની કંપનીઓન્ો જવાબદૃારીનો પાઠ ભણાવવો પડશે બીજી તરફ માવતરો પણ પોતાની જવાબદૃારીથી છટકી શકશે નહીં.
સોશ્યલ મીડિયાની માનસિક સ્વાસ્થ્ય પર સકારાત્મક અને નકારાત્મક બન્ને પ્રકારની અસર પડી શકે છે પ્રથમ છે સકારાત્મક પ્રભાવ સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોન્ો પરિવાર, મિત્રો તથા સમાજ સાથે જોડાયેલા રહેવામાં મદૃદૃ મળે છે ઉપરાંત નથી માહિતી, જ્ઞાન, વગ્ોરે મેળવી શકાય છે. કઠીન સ્થિતિમાં લોકો ઓનલાઇનના માધ્યમથી અન્ય વ્યક્તિઓ પાસ્ોથી સહાયતા તથા પ્રોત્સાહન મેળવી શકે છે જ્યારે સોશ્યલ મીડિયાના નકારાત્મક પ્રભાવો પણ જોવા મળે છે જેમાં અન્યના જીવન સાથે પોતાના જીવનની જો સરખામણી કરવામાં આવે તો તણાવ અન્ો િંચતા ઉભી થાય છે. સોશ્યલ મીડિયાના વધુ પડતા ઉપયોગથી વ્યક્તિ ડિપ્રેશનમાં જઇ શકે છે તથા એકલવાયાપણુ અન્ો ઉદૃાસીનતાના ભાવમાં સરી પડે છે. મોડી રાત સુધી સોશ્યલ મીડિયાનો જો ઉપયોગ કરવામાં આવે તો િંનદ્રા ઓછી થાય છે આથી વ્યક્તિ અન્ોક રોગનો ભોગ બન્ો છે. સતત સોશ્યલ મીડિયાના ઉપયોગથી એક ટેવ પડી જાય છે આથી સમયનો ઉપયોગ બરાબર થઇ શકતો નથી તથા વ્યક્તિ કામમાં સંપ્ાૂર્ણ ધ્યાન આપી શકતો નથી વારંવાર ઓનલાઇન રહેવાથી વ્યક્તિના માનસિક સ્વાસ્થ્યન્ો ગંભીર અસર થતી હોય છે.
