NEET-UG રિ-એક્ઝામ પહેલા દૃેશભરમાં યોજાશે મોક ડ્રીલ

સરકાર- NTA નો મોટો નિર્ણય

૨૧ જૂને યોજાનારી દ્ગઈઈ્ ેંય્ની રિ-એક્ઝામને લઈને સરકાર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે દ્ગ્છ પૂરી રીતે એક્શન મોડમાં છે. આ પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કે અનિયમિતતા રોકવા માટે આ વખતે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ કડક તૈયારીઓના ભાગરૂપે શનિવારે દૃેશભરના તમામ પરીક્ષા કેન્દ્રો પર એક વ્યાપક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે.
પરીક્ષાને સંપૂર્ણપણે સુરક્ષિત અને પારદૃર્શક બનાવવા માટે શનિવારે સવારે ૯ વાગ્યાથી લઈને મોડી રાત સુધી મોક ડ્રીલ ચલાવવામાં આવશે. દ્ગ્છ દ્વારા દૃેશના તમામ પરીક્ષા કેન્દ્રોને અગાઉથી જ પોતાના નિયંત્રણમાં લઈ લેવામાં આવ્યા છે. આ મેગા ઓપરેશનમાં દૃેશભરમાંથી અંદૃાજે ૨.૫ લાખ જેટલા સુરક્ષાકર્મીઓ જોડાશે અને કાયદૃો-વ્યવસ્થાની સમીક્ષા કરશે.
આ વખતે પરીક્ષા માટે વિશેષ રૂપે થ્રી-લેયર સિક્યોરિટી એટલે કે ત્રિસ્તરીય સુરક્ષા કવચ તૈયાર કરવામાં આવ્યું છે.
પ્રશ્ર્નપત્રો અને ઉત્તરવહીઓને લાવવા, લઈ જવા તેમજ તેને સુરક્ષિત રાખવાની સંપૂર્ણ જવાબદૃારી અર્ધસૈનિક દૃળોને સોંપવામાં આવી છે. આ સિવાય દૃેશના ૫૦૦૦થી વધુ પરીક્ષા કેન્દ્રો પર લગાવેલા ઝ્રઝ્ર્ફ કેમેરાનું સીધું લાઈવ મોનિટિંરગ દ્ગ્છ ના મુખ્ય મથક પરથી કરવામાં આવશે.
પેપર લીકના ખોટા દૃાવા અને અફવાઓ ફેલાતી રોકવા માટે એક ઉચ્ચ સ્તરીય મોનિટિંરગ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે, જે સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર ચોવીસે કલાક નજર રાખશે. આ સમગ્ર મહાપરીક્ષા પર દૃેશની તમામ તપાસ એજન્સીઓ, જિલ્લા પ્રશાસન તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારીઓ સીધું ઓન-ગ્રાઉન્ડ નિયંત્રણ રાખશે.

રિલેટેડ ન્યૂઝ