તામિલનાડુમાં ગેસ લીક થતા ૭ના મોત

સી ફૂડ પ્રોસ્ોિંસગ ફેકટરીના બ્ો માલિકોની અટકાયત

૬૫ કર્મચારીઓ બીમાર, ૧૦ ગંભીર: તપાસ માટે ત્રણ સભ્યોની કમીટી નીમી

તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં રવિવારે એક મોટી દૃુર્ઘટના સર્જાઈ હતી. પેરિયાપાલયમ નજીક કન્નિગાપેર ગામમાં આવેલી ’સેન્ટ પીટર્સ પોલ સીફૂડ પ્રોસેિંસગ એન્ડ એક્સપોર્ટ કંપની’માં અચાનક એમોનિયા ગેસ ગળતર થયું હતું. ગેસ ફેલાતાની સાથે જ ફેક્ટરી પરિસરમાં નાસભાગ મચી ગઈ હતી અને કર્મચારીઓ પોતાનો જીવ બચાવવા બહાર તરફ ભાગવા લાગ્યા હતા. ગેસ ગળતરથી ૭ના મોત થયા છે જ્યારે ૧૦ની હાલત વધુ ગંભીર બની છે.
આ દૃુર્ઘટનામાં ૬૫થી વધુ કર્મચારીઓ ગેસની ઝપેટમાં આવી ગયા હતા, જેમાંથી સારવાર દૃરમિયાન ૭ના મોત થયા છે. જ્યારે ૧૦ શ્રમિકોની હાલત અતિ ગંભીર થઈ છે. જેમાં ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાંથી આવેલા પરપ્રાંતિય શ્રમિકો પણ સામેલ છે. ગેસની અસર થતાં જ ઘણા કર્મચારીઓએ શ્ર્વાસ લેવામાં તકલીફ, ચક્કર અને બેચેનીની ફરિયાદૃ કરવા માંડી હતી. આ પછી ફેક્ટરી મેનેજમેન્ટ અને સ્થાનિક વહીવટીતંત્રે તાત્કાલિક રાહત કાર્ય શરૂ કર્યું હતું. અસરગ્રસ્ત કર્મચારીઓને અલગ-અલગ વાહનો દ્વારા નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.
અસરગ્રસ્ત કર્મચારીઓને સારવાર માટે તાત્કાલિક વાહનો દ્વારા નજીકની વેલ્સ પ્રાઇવેટ મેડિકલ કોલેજ હોસ્પિટલ અને વેંકટેશ્ર્વર પ્રાઇવેટ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જઈને દૃાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોની ટીમે તમામ દૃર્દૃીઓની તાત્કાલિક તપાસ શરૂ કરીને સારવાર કરી હતી. પ્રારંભિક માહિતી મુજબ, ૧૦ કર્મચારીઓ ગેસની અસરથી બેભાન થઈ ગયા હતા. તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે
દૃુર્ઘટના બાદૃ પોલીસે આ મામલે એફઆઇઆર નોંધી લીધી છે. પ્રાથમિક કાર્યવાહીના ભાગરૂપે ફેક્ટરીના બે માલિકોની અટકાયત કરવામાં આવી છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને દૃુર્ઘટનાના કારણોની તપાસ ચાલુ છે. તે જ સમયે, ઘટનાની ગંભીરતાને જોતા મુખ્યમંત્રીએ સમગ્ર મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે. સમિતિને ૨૪ કલાકની અંદૃર વચગાળાનો અહેવાલ અને ત્રણ દિૃવસની અંદૃર વિગતવાર તપાસ અહેવાલ સુપરત કરવા સૂચના આપવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ