મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર બહુ મોટો રાજકીય ભૂકંપ આવવાના સંકેતો મળી રહૃાા છે. જેમાં મુખ્યમંત્રી એકનાથ િંશદૃેનું કથિત ’ઓપરેશન ટાઇગર’ સફળ થતું જોવા મળી રહૃાું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, શિવસેના યુબીટી (ેંમ્) ના ૬ બળવાખોર સાંસદૃો બાદૃ હવે ઉદ્ધવ ઠાકરેના ૧૪ ધારાસભ્યો પણ એકનાથ િંશદૃેની શિવસેનામાં જોડાવા અથવા અલગ જૂથ બનાવવા માટે સંપૂર્ણપણે તૈયાર થઈ ગયા છે. પક્ષમાં મોટા પાયે ભંગાણ પડવાની આ ભીતિને પગલે ઠાકરે જૂથમાં ભારે હડકંપ મચી ગયો છે. જેના કારણે સ્થિતિને કાબૂમાં લેવા માટે ઉદ્ધવ ઠાકરેએ તાત્કાલિક અસરથી તમામ ધારાસભ્યોની એક ઈમરજન્સી બેઠક બોલાવવી પડી છે.મહારાષ્ટ્ર વિધાનસભામાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના પાસે હાલમાં કુલ ૨૦ ધારાસભ્યોનું સંખ્યાબળ છે. જો સૂત્રોનો દૃાવો સાચો સાબિત થાય અને ૧૪ ધારાસભ્યો પક્ષ છોડીને િંશદૃે જૂથમાં સામેલ થઈ જાય, તો ઉદ્ધવ ઠાકરે પાસે માત્ર ૬ ધારાસભ્યો જ બાકી રહેશે, જે પક્ષના અસ્તિત્વ માટે મોટો ફટકો ગણાશે. આ જ કારણ છે કે સેંધમારીની ચર્ચાઓ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ આજે બપોરે ૨:૩૦ વાગ્યે ’શિવાલય’ ખાતે ધારાસભ્યોની આ અગત્યની બેઠક યોજી છે. જે પહેલા બપોરે ૧૨ વાગ્યે પણ આ વિષય પર પક્ષના વરિષ્ઠ નેતાઓ વચ્ચે ગંભીર મંથન થયું હતું.
રિલેટેડ ન્યૂઝ
-
રાજ્યમાં ઠંડીનું આગમન: ૯ જિલ્લામાં તાપમાન ૨૦ ડિગ્રીથી નીચે
રાજ્યમાં હવે ઠંડીનો પ્રારંભ થઈ ચુકેલો જોવા મળી રહૃાો છે. ૯ જિલ્લામાં તાપમાન ૨૦ ડિગ્રીથી નીચે... -
રામાયણે બે દિવસમાં ભારતીય બજારમાં રૂા.૧૦૦ કરોડની કમાણીનો આંકડો વટાવ્યો
બોલિવૂડ અને સાઉથ સિનેમાના દિૃગ્ગજ કલાકારોથી સજ્જ ડાયરેક્ટર નીતેશ તિવારીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ’રામાયણ’ સિનેમાઘરોમાં રિલીઝ... -
કોંગ્રેસ પાર્ટીના ફંડિંગમાં ૭૫ ટકાનો મોટો ઘટાડો થયો
રૂ. ૫૧૭ કરોડથી ઘટીને આવક રૂ. ૧૩૦ કરોડે પહોંચી ચૂંટણી પંચ સમક્ષ રજૂ થયેલા અહેવાલમાં ખુલાસો;...
