CBSE બોર્ડની ઘોર બેદરકારી ઉઘાડી પડી
CBSE ધોરણ-૧૨ની રિ-ઇવેલ્યુએશન પ્રક્રિયામાં ઝારખંડના રાંચીની વિદ્યાર્થીની અવની કેજરીવાલે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. મૂળ પરિણામમાં ઓછા ગુણ મળ્યા બાદૃ રિ-ઇવેલ્યુએશન માટે અરજી કરનાર અવનીના કુલ ૨૪ ગુણ વધતા હવે તેને ૫૦૦માંથી ૫૦૦ ગુણ મળ્યા છે.૧૦૦ માંથી ૧૦૦ માર્ક મળ્યાં
પ્રાપ્ત માહિતી અનુસાર, અવનીને પ્રારંભિક પરિણામમાં અંગ્રેજી વિષયમાં અપેક્ષા કરતાં ૧૯ ગુણ ઓછા મળ્યા હતા. ઉપરાંત બિઝનેસ સ્ટડીઝમાં પણ ૫ ગુણ ઓછા નોંધાયા હતા. ંગ્રેજી તેનો સૌથી મજબૂત અને પ્રિય વિષય હોવાથી તેણે ગુણ ચકાસણી માટે અરજી કરી હતી. રિ-ઇવેલ્યુએશન બાદૃ બંને વિષયોમાં ગુણ વધતા તેનો કુલ સ્કોર ૧૦૦ ટકા પર પહોંચી ગયો છે.
