પ્રદીપ બી., બિઝનેસ હેડ-હાઉસિંગ એન્ડ માઇક્રો મોર્ગેજીસ
ભારતના નાના શહેરોમાં ઘરની માલિકી હવે માત્ર સપનુ માત્ર આકાંક્ષા જ નથી. તે ખૂબજ પર્સનલ અને કોઇપણ પ્રકારની બાંધછોડનું સપનું છે.
દેશના મોટા શહેરોની પહેલેથી જ બોલબાલા રહી છે ત્યારે વૃદ્ધિનો આગામી દાયકો ટિયર 2 અને ટિયર 3 શહેરોમાં આકાર લઇ રહ્યો છે, જ્યાં પહોંચ કરતાં આકાંક્ષા ઝડપથી વધી રહી છે.
વાસ્તવિક માગ વિ. સપ્લાયનો પ્રશ્ર્ન
ભારતમાં વિશેષ કરીને એફોર્ડેબલ સેગમેન્ટમાં હાઉસિંગની પહેલેથી જ નોંધપાત્ર અછત જોવા મળી રહી છે. સીઆઇઆઇ-નાઇટ ફ્રેંક ઇન્ડિયા રિપોર્ટ 2024માં હાલ 10 મિલિયન યુનિટ્સની અછત છે અને વર્ષ 2030 સુધીમાં તે 30 મિલિયન યુનિટ્સને પાર કરી જોવાનો અંદાજ છે.
બીજી તરફ માગની પરિસ્થિતિ બદલાઇ રહી છે. 60-65 ટકા હાઉસિંગ માગ હવે ટિયર 2 અને ટિયર 3 માર્કેટ્સમાંથી આવી રહી છે, જેનું કારણ લોકોની આવકમાં વધારો, માળખાકીય વિસ્તરણ અને મહામારી બાદ માઇગ્રેશન ટ્રેન્ડ છે. આ માગની મહત્વપૂર્ણ બાબત એ છે કે પહેલીવાર ઘર ખરીદનારાઓની સંખ્યા વધી રહી છે.
ટિયર 2/3 ઘર
ખરીદદારોને સમજીએ
આ માર્કેટમાં એફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટ વૈવિધ્યસભર છે, જેમાં કારકિર્દીની શરૂઆત કરનાર પગારદાર વ્યક્તિઓ, સેલ્ફ-એમ્પલોઇડ પ્રોફેશનલ્સ અને નાના બિઝનેસ માલિકોનો સમાવેશ થાય છે.
સૌથી ખાસ વાત એ છે કે જીવનના અલગ-અલગ તબક્કે લોકોના વ્યવહારમાં બદલાવ આવ્યો છે. વર્ષ 2026 સુધીમાં એક નોંધપાત્ર બદલાવ આવ્યો છે, જેમાં 64 ટકા પ્રથમવાર ઘર ખરીદદારોની ઉંમર 35 વર્ષ કરતાં નીચે છે, જે વર્ષ 2029માં માત્ર 38 ટકા હતી. ગ્રાહકો તેમની પારિવારિક સફરની સાથે જ ઘર ખરીદવાનું પસંદ કરી રહ્યાં છે. ઘર માલિક બનવું એક દૂરનું સપનું નહીં, પરંતુ મૂળભૂત પગલું બની રહ્યું છે.
બીજું મહત્વપૂર્ણ પરિબળ એ છે કે ઘર ખરીદવું કેવી રીતે. મેટ્રો માર્કેટ્સમાં મોટા ડેવલપર્સનું પ્રભુત્વ છે, તેનાથી વિપરિત ટિયર 2 અને ટિયર 3 શહેરોમાં જાતે જ ઘરનું બાંધકામ કરવાનું, ઘણીવાર બાંધકામ તબક્કાવાર રીતે કરાય છે અને પરિચિત વિસ્તારોમાં જ તૈયાર પ્રોપર્ટી પસંદ કરાય છે. ડેટા ટ્રેન્ડ્સ સૂચવે છે કે ભારતમાં હાઉસિંગ લોનનો મોટો હિસ્સો રૂ. 25 લાખથી નીચેની કેટેગરીમાં છે, જે એફોર્ડેબલ સેગમેન્ટમાં જબરદસ્ત માગ સૂચવે છે.
