વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, હાલમાં પશ્ર્ચિમ પ્રશાંત મહાસાગરની સ્થિતિ વર્ષ ૧૯૯૭માં આવેલા ભયાનક અલ નીનો જેવી જ છે, જેને ‘ગોડઝિલા અલ નીનો નામ આપવામાં આવ્યું હતું
અમેરિકી અંતરિક્ષ એજન્સી ‘નાસા ના સેટેલાઇટ ડેટા અનુસાર, પ્રશાંત મહાસાગરમાં એક અત્યંત શક્તિશાળી ‘અલ નીનો સક્રિય થઈ રહૃાો છે. નાસાના સેન્ટિનલ-૬ માઈકલ ળેલિચ સેટેલાઈટે નોંધ્યું છે કે, ભૂમધ્ય રેખા નજીક સમુદ્રની સપાટી સામાન્ય કરતાં ઘણી ઊંચી છે, જે દૃર્શાવે છે કે, સમુદ્રની નીચે મોટા પ્રમાણમાં ગરમ પાણી જમા થઈ રહૃાું છે. આ વૈશ્ર્વિક હવામાન પરિવર્તનની સીધી અસર ભારતના ચોમાસા અને અર્થતંત્ર પર પડી શકે છે.વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, હાલમાં પશ્ર્ચિમ પ્રશાંત મહાસાગરની સ્થિતિ વર્ષ ૧૯૯૭માં આવેલા ભયાનક અલ નીનો જેવી જ છે, જેને ‘ગોડઝિલા અલ નીનો નામ આપવામાં આવ્યું હતું. નાસાની લેબે ૮ જૂનની સ્થિતિનો એક નકશો જાહેર કર્યો છે, જેમાં લાલ રંગ દૃરિયાની સપાટીમાં થયેલો જોખમી વધારો દૃર્શાવે છે.
આ આબોહવા પરિવર્તન આગામી સમયમાં વિશ્ર્વભરમાં મોટો પ્રભાવ પાડી શકે છે.આ અલ નીનોને કારણે આગામી સમયમાં વૈશ્ર્વિક તાપમાનમાં મોટો વધારો થશે અને વરસાદૃની પેટર્ન બદૃલાઈ જશે.
હવામાન સંગઠનોનું માનવું છે કે, આ છેલ્લા ૧૫૦ વર્ષમાં સૌથી મજબૂત અલ નીનો હોઈ શકે છે.
જો આના કારણે ભારતનું ચોમાસું નબળું પડશે, તો દૃેશના કૃષિ ક્ષેત્ર અને આશરે ૪ ટ્રિલિયન ડોલરની ભારતીય અર્થવ્યવસ્થા પર તેની ગંભીર નકારાત્મક અસરો જોવા મળી શકે છે