૧૦માં ધોરણ સુધી જૂનું લેંગ્વેજ કોમ્બિનેશન લાગુ રહેશે
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને થ્રી લેંગ્વેજ પોલિસી (ત્રિભાષીય ફોર્મ્યુલા) ને લઈને એક મોટો નિર્ણય લીધો છે. સીબીએસઈ દ્વારા લેવાયેલા નિર્ણય અનુસાર, હાલના સમયમાં સીબીએસઈ સંલગ્ન શાળાઓમાં ૭માંથી ૯માં ધોરણમાં ભણી રહેલા સ્ટુડન્ટ્સ પર નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ લાગુ થશે નહીં, અને ૧૦માં ધોરણના સ્ટુડન્ટ્સ બે ફોરેન લેંગ્વેજ (વિદૃેશી ભાષાઓ) સાથે જ બોર્ડની એક્ઝામ આપી શકશે. એટલે કે, ૭માંથી લઈને ૧૦માં ધોરણ સુધીના સ્ટુડન્ટ્સ માટે હાલ પૂરતા ભાષાની પસંદૃગી અને પરીક્ષાને લઈને જૂના નિયમો જ ચાલુ રહેશે.
હાલના સમયમાં ૭માં, ૮માં અને ૯માં ધોરણમાં ભણી રહેલા સ્ટુડન્ટ્સને નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ હેઠળ થ્રી લેંગ્વેજ પોલિસીમાંથી રાહત આપવામાં આવી છે. આ રાહતના કારણે સીબીએસઈ સંલગ્ન શાળાઓમાં ૭માં, ૮માં અને ૯માં ધોરણમાં ભણતા એવા સ્ટુડન્ટ્સ કે જેમણે થ્રી લેંગ્વેજ પોલિસી હેઠળ બે ફોરેન લેંગ્વેજ પસંદૃ કરી છે, તેઓ ૧૦માં ધોરણ સુધી તે જ ભાષાઓ સાથે પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકે છે.