Jai Hind

વહેલી સવારે સુપ્રભાત સેવામાં જોડાયા હતા અનંત અંબાણી આંધ્રપ્રદૃેશના પવિત્ર તિરુમાલા મંદિૃરે પહોંચ્યા

અનંત અંબાણીએ કહૃાું હતું કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તિરુમાલા તિરુપતિ દૃેવસ્થાનમ્ને ૨૫ ઇલેક્ટ્રિક બસોનું દૃાન આપશે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણી રવિવારે આંધ્રપ્રદૃેશના પવિત્ર તિરુમાલા મંદિૃરે પહોંચ્યા હતા. જ્યાં તેઓ વહેલી સવારે સુપ્રભાત સેવામાં જોડાયા હતા અને ત્યારબાદૃ ભગવાન વેંકટેશ્ર્વરના દૃર્શન કર્યા હતા. આ દૃરમિયાન અનંત અંબાણીએ ભગવાન વેંકટેશ્ર્વરને પોતાના વાળ (કેશ મુડન) અર્પણ કર્યા હતા.
ભગવાન વેંકટેશ્ર્વરના દૃર્શન કર્યા પછી રંગનાયકુલા મંડપમમાં વૈદિૃક વિદ્વાનોએ તેમને વેદૃ મંત્રોથી આશીર્વાદૃ આપ્યા હતા. તો મંદિૃરના અધિકારીઓએ તેમને શ્રીવારી તીર્થ પ્રસાદૃમ્ અને એક વિશેષ રેશમી શાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા. આ સમયે અનંત અંબાણીના ચહેરા પર ભક્તિ અને આનંદૃ સ્પષ્ટ જોવા મળ્યો હતો.
આ પવિત્ર મુલાકાત દૃરમિયાન અનંત અંબાણીએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે કહૃાું હતું કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તિરુમાલા તિરુપતિ દૃેવસ્થાનમ્ (્ડ્ઢ)ને ૨૫ ઇલેક્ટ્રિક બસોનું દૃાન આપશે. આ બસોની અંદૃાજિત િંકમત રૂ.૨૭.૫ કરોડ છે. માત્ર બસ જ નહીં, આ બસ ચલાવવા માટે જરૂરી ૫૦ ડ્રાઇવર્સના પગાર અને અન્ય તમામ લાભો પણ રિલાયન્સ કંપની ઉપાડશે. આ ઉપરાંત, અનંત અંબાણીએ તિરુમાલામાં ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવા માટે સહયોગ આપવાની જાહેરાત પણ કરી હતી. જેથી ઇલેક્ટ્રિક બસોના કાફલાને સરળતાથી ચલાવી શકાય.
આ પગલાંથી તીર્થયાત્રીઓને આરામદૃાયક અને આધુનિક પરિવહન સુવિધા મળશે અને સાથે સાથે પર્યાવરણને પણ લાભ થશે. ઇલેક્ટ્રિક બસોના ઉપયોગથી પ્રદૃૂષણ ઘટશે અને તિરુમાલાની પવિત્રતા જળવાઈ રહેશે. આ ભક્તિ અને સમાજસેવાના કાર્ય માટે અનંત અંબાણીને ભક્તો તેમજ મંદિૃર વ્યવસ્થાપન તરફથી ખૂબ પ્રેમ અને આશીર્વાદૃ મળ્યા છે. લોકો તેમની આ પહેલના ભરપૂર વખાણ કરી રહૃાા છે.