પોલીસે ૮૦ લાખથી વધુ રોકડ રિકવર કરી છે
ચંપત રાયના નજીકના સાથી સહિત આરોપીઓની પૂછપરછ
અયોધ્યાના ભવ્ય રામ મંદિૃરમાં ચઢાવાની ચોરીના મામલામાં પોલીસની તપાસ અત્યંત વેગીલી બની છે. મુખ્યમંત્રી યોગી આદિૃત્યનાથના આદૃેશ પર ગઠિત જી્ંૈ (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) ના પ્રારંભિક અહેવાલ બાદૃ પોલીસે રવિવારે વહેલી સવારે ધરપકડ કરાયેલા તમામ આઠ આરોપીઓના નિવાસસ્થાને એકસાથે દૃરોડા પાડ્યા છે. આ અગાઉ પોલીસ આરોપીઓ પાસેથી ૮૦ લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ રિકવર કરી ચૂકી છે, અને હવે તેમની સામે મજબૂત કેસ બનાવવા માટે વધુ પુરાવા અને ગુપ્ત મિલકતોની તપાસ થઈ રહી છે.
રામજન્મભૂમિ પોલીસ સ્ટેશનના પ્રભારી નિરીક્ષક સુમિત શ્રીવાસ્તવના નેતૃત્વમાં પોલીસ ટીમોએ રામધામ સ્થિત સ્વર્ગદ્વાર મહોલ્લામાં રહેતા અને ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયના ખૂબ નજીકના ગણાતા રામશંકર યાદૃવ ઉર્ફે ટિન્નુ, કૌશલપુરીના અનુકલ્પ મિશ્રા અને રુદૃૌલીના લવકુશ મિશ્રા સહિત તમામ આરોપીઓના આવાસ પર દૃરોડા પાડ્યા હતા.
ઘણા સ્થળોએ ઘરના દૃરવાજા ખોલાવવા માટે પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ દૃરોડા દૃરમિયાન પોલીસે આરોપીઓના પરિવારજનો અને પડોશીઓની પણ પૂછપરછ કરીને મહત્વની માહિતી એકત્ર કરી છે. પોલીસ હવે તપાસ કરી રહૃાું છે કે મંદિૃરમાં નોટો ગણવાની કામગીરીમાં જોડાયા પહેલા આ લોકોની આર્થિક સ્થિતિ કેવી હતી અને હાલ તેમની પાસે કેટલી સંપત્તિ છે.રામ મંદિૃર ટ્રસ્ટ દ્વારા નોટોની ગણતરી માટે ખાસ રાખવામાં આવેલા આઠ કર્મચારીઓ- રામશંકર ઉર્ફે ટિન્નુ યાદૃવ, અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા, સુભાષ ચંદ્ર શ્રીવાસ્તવ, કરુણેશ પાંડે, મનિષ યાદૃવ, અવિનાશ શુક્લા અને રમાશંકર મિશ્રા સામે નામજોગ હ્લૈંઇ નોંધાવવામાં આવી હતી. ગુનો નોંધાયાના ગણતરીના કલાકોમાં જ પોલીસ આ તમામની ધરપકડ કરી લીધી હતી.