Jai Hind

અમરનાથ યાત્રા સલામત અને સરળ કરવાની તૈયારી પૂરજોશમાં

માઉન્ટેન રેસ્ક્યુ ટીમ દ્વારા ૧૮ સ્થળોએ મોક ડ્રીલ

અમરનાથ યાત્રા ૨૦૨૬ માટે ફક્ત થોડા દિૃવસો બાકી છે. સલામત અને સરળ યાત્રા સુનિશ્ર્ચિત કરવા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ સંદૃર્ભમાં, જમ્મુ અને કાશ્મીર પોલીસે માઉન્ટેન રેસ્ક્યુ ટીમ દ્વારા વ્યાપક મોક ડ્રીલ હાથ ધરી હતી. આ મોક ડ્રીલનો હેતુ સંભવિત આતંકવાદૃી હુમલાની સ્થિતિમાં સુરક્ષા દૃળોની તૈયારી અને ઝડપી પ્રતિભાવ ક્ષમતાઓનું પરીક્ષણ કરવાનો હતો.અહેવાલો અનુસાર, કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે સુરક્ષા દૃળોની તૈયારીનું મૂલ્યાંકન કરવા માટે યાત્રા માર્ગ પર ૧૮ અલગ અલગ સ્થળોએ આ કવાયત હાથ ધરવામાં આવી હતી. આ મોક ડ્રીલ પહેલગામ અને બાલતાલ બંને યાત્રાધામ માર્ગો પર હાથ ધરવામાં આવી હતી, જેમાં પવિત્ર ગુફા, પંજતરણી, શેષનાગ અને ચંદૃનવારી સહિત અનેક સંવેદૃનશીલ સ્થળોને આવરી લેવામાં આવ્યા હતા.
જમ્મુ અને કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, તમામ પર્વત બચાવ ટીમોએ મોક ડ્રીલ દૃરમિયાન સંતોષકારક પ્રદૃર્શન કર્યું, કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે તેમની સંપૂર્ણ તૈયારી દૃર્શાવી.