Jai Hind

મહારાષ્ટ્રમાં પોકસોના ગુનાનો ફરાર આરોપી વેરાવળથી ઝડપાયો

વેરાવળ પોલીસે મહારાષ્ટ્ર પોલીસને આરોપીને સોંપ્યો

મુંબરા પોલીસ સ્ટેશન મહારાષ્ટ્રના પોકસો, અપહરણ, બળાત્કાર,તથા આઇ.ટી.એકટ ના ગંભીર ગુન્હાના કામે 6 માસથી નાસતા ફરતા આરોપીને ગીર સોમનાથ પોલીસ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જુનાગઢ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા, જીલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા, ઈન્ચા.નાયબ પોલીસ અધિક્ષક એ.જી.જાદવ દ્વારા રાજય તથા રાજય બાહર ના કોઇ ગુન્હાના કામે નાસતા ફરતા ના આરોપીઓ બાબતે માહીતી મેળવી તાત્કાલીક જરૂરી કાયેવાહી કરી પકડી પાડવા સુચના આપતા વેરાવળ સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. જે.એન.ગઢવી રાહબરી હેઠળ સવેલન્સ સ્કોડના ઇન્ચાર્જ એ.એસ.આઇ.નટુભા ભાભલુભા બસીયા, નરશવણસિંહ કાકુભા ગોહીલ, અજીતસિંહ ગાંડાભાઇ પરમાર, પો.હે.કો. મયુરભાઇ વિક્રમભાઇ, પો.કોન્સ. વિનયસિંહ ગીગાભાઇ મોરી સહિત ના સધન પ્રયત્નોથી મુંબરા પોલીસ સ્ટેશન થાને સીટી મહારાષ્ટ્ર બી.એન.એસ.કલમ -137(2), 64(1), 324(2), 351(2), 352, તથા પોકસો એકટ કલમ-67, 67(એ) તથા આઇ.ટી.એકટ.67, 67(એ), મુજબના કામેના 6 માસથી નાસતા-ફરતા આરોપી નઇમ મુસ્તાકભાઇ પંજા ઉ.વ.24 રહે.વેરાવળ મુસ્તફા મસ્જીદની બાજુમા દીવાનીયા કોલોની તા-વેરાવળ જી-ગીર સોમનાથ વાળાને પકડી પાડી કાયદેસર કાર્યવાહી મુંબરા પોલીસ થાને મહારાષ્ટ્રના સતાવાળાઓને સોંપી આપવામા આવેલ છે.