રામમંદિૃરમાં ચડાવા ચોરી કેસમાં તાત્કાલિક સુનાવણીનો સુપ્રીમનો ઇન્કાર:૧૨ જુલાઈએ સુનાવણી: આરોપીઓ તરફથી કેસ ન લડવા અયોધ્યા બાર એસો,નો નિર્ણય
અયોધ્યા: ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરમાં દાન-ચોરીની છેલ્લા 20 દિવસથી ચાલી રહેલી તપાસમાં એક તરફ ઝડપી લેવાયેલા 8 લોકોની મિલ્કત વિ.ની તપાસ ચાલુ છે તે સમયે હવે ખાસ તપાસ ટીમે મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાય તથા તેમની સાથે રાજીનામુ આપનાર ટ્રસ્ટી અનિલ મિશ્રા તથા હાલના ટ્રસ્ટી ગોપાલ રાયને નોટીસ મોકલી પુછપરછ શરૂ કરી છે. જરૂર પડે ટ્રસ્ટના ખજાનચી સહિતના પદાધિકારીઓને પણ બોલાવાશે. મંદિરમાં ચોરી સાથે જે કર્મચારી સંડોવાયેલા છે તેઓને ત્યાંથી જંગી રોકડ, જવેલરી તો હાથ થઈ છે. હવે તેઓએ મંદિરના પ્રારંભ બાદ દાન-ચોરી મિલ્કતો પણ ખરીદી છે અને કયાંય રોકાણ કર્યુ છે કે કેમ તે પણ તપાસ ચાલુ છે પણ મંદિરના ટ્રસ્ટીઓને હવે આ ચોરી અંગે કેટલી માહિતી હતી. કોણે વ્યવસ્થા ગોઠવી હતી. કોણ જવાબદાર હતુ તે તમામ મામલે પુછપરછ થઈ રહી છે. એક તરફ આ તપાસ સીબીઆઈને સોપવાની માંગણી સાથે થયેલી અરજીમાં આજે સુનાવણી છે તે પુર્વે તપાસ ટીમ કઈ રીતે આગળ વધે છે તેના પર નજર છે.
અયોધ્યામાં રામ મંદિરમાં ચડાવા ચોરીના આરોપો અને ગરબડોને લઇને સીબીઆઇ તપાસની તત્કાલ માગણી સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી છે એટલું જ નહીં, અરજદારને પૂછયું હતું કે આટલી ઉતાવળ શા માટે છે? બીજી બાજુ ચડાવા ચોરી મામલે સુપ્રિમ કોર્ટ 12મી જુલાઇએ સુનાવણી કરનાર હોવાના અહેવાલો છે.
સુપ્રિમ કોર્ટે અરજદારને કહ્યું હતું કે રજાઓ સમાપ્ત થયા બાદ મામલાને સૂચિબદ્ધ કરવામાં આવશે. સુપ્રિમ કોર્ટની આ ટિપ્પણી બાદ રામ મંદિર ટ્રસ્ટ, દાનનો ઉપયોગ અને સીબીઆઇ તપાસની માંગને લઇને વિવાદ પર ફરી ચર્ચા શરુ થઇ ગઇ છે.
ન્યાયમૂર્તિ એમ.એમ. સુંદરમ અને ન્યાયમૂર્તિ શીલ નાગૂની બેન્ચ સમક્ષ અરજદારે અરજીમાં કહ્યું છે કે આરોપો બેહદ ગંભીર છે અને રાજ્ય સરકાર જે રીતે મામલાને સંભાળી રહી છે તેનાથી શંકા પેદા થાય છે. જેના પર ન્યાયમૂર્તિ સુંદરશે પૂછયું કે આ મામલામાં આટલી ઉતાવળ શા માટે છે? જજે જણાવ્યું હતું કે રજાઓ બાદ અદાલત ખુલ્યા બાદ મામલાને યાદીમાં લેવાશે.
અરજદારે સુપ્રિમ કોર્ટને કેન્દ્ર સરકાર, ઉત્તર પ્રદેશ સરકાર અને શ્રીરામ જન્મ ભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટને નિર્દેશ આપવાની માંગ કરી છે કે તેઓ જાહેર હિતની રક્ષા માટે દેખરેખ, ઓડિટ અને સુપરવિઝનની અસરકારક વ્યવસ્થા લાગૂ કરે. આ મામલે સુપ્રિમ કોર્ટે સુનાવણી 12મી જુલાઇએ કરનાર હોવાના અહેવાલો છે.