Jai Hind

ડિગ્રી બાદ સારી નોકરી મળવાની શક્યતા ઘટી

એઆઇના આગમન પછી બૌધ્ધિક કામોની દૃુનિયા બદૃલાઇ ચૂકી છે, હવે એઆઇ ઘણા કર્મચારીઓનું કામ માત્ર સ્વયં કરી શકે છે

દૃેશના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગ્ોશ્ર્વરે કડવી વાત કરી છે જેના માવતર, વિદ્યાર્થીઓ તથા નીતિ-નિર્માતાઓ કદૃાચ સાંભળવા માગતા નથી.
ત્ોમનું કહેવું છે કે, સોફટવેર એન્જિનીયર તથા એમબીએ સાથે સંકળાયેલી નોકરીનો યુગ હવે પ્ાૂર્ણ થયો છે. વૈશ્ર્વિકરણના આ સમયમાં કારકિર્દૃીની બાબત બહુ સરળ હતી.
જેમાં વિદ્યાર્થી એન્જિનિયિંરગનો અભ્યાસ કરે, કોિંડગ શીખે, જો નાણાંકિય સ્થિતિ સારી હોય તો એમબીએ કરો અન્ો વ્હાઇટ કોલર જોબ મેળવો પરંતુ હવે આ બાબત અગાઉની જેમ વિશ્ર્વાસપાત્ર રહી નથી.
એઆઇએ બૌધ્ધિક કામ કરવા વાળાની દૃુનિયા બદૃલી નાખી છે. હવે એઆઇની મદૃદૃથી એક અનુભવી કર્મચારીની અસરથી જે કર્મચારી નોકરી કરતા હોય છે ત્ોમન્ો છૂટા કરવામાં આવતા નથી પરંતુ જે-ત્ો કંપનીમાં નવી ભરતી બંધ થાય છે.
આઇટી કંપનીઓમાં નવા કર્મચારીઓની નિમણૂંક હવે કરવામાં આવતી નથી એ આ વાતનું પ્રમાણ છે અલબત્ત નાગ્ોશ્ર્વરનની આ ચેતવણી એન્જિનિયરીંગનો અભ્યાસ પ્ાૂર્ણ થઇ ગયો છે ત્ો બાબત જણાવતું નથી.
ભારતન્ો ઓછા એન્જિનિયરોની નહીં પરંતુ એક નવા સમયગાળામાં તાલીમબધ્ધ એન્જિનિયરોની જરૂર છે. ભારતમાં હવે દૃરેક ક્ષેત્રમાં પ્રગતિ થઇ રહી છે દૃેશમાં ઠેર ઠેર નવા રોડ, હાઇવે, પુલ, બંદૃરો, એરપોર્ટ રેલવે માર્ગ, મકાનો, પાણીનો સંગ્રહ કરવા માટેના બંધનું નિર્માણ પ્ાૂરજોશમાં ચાલુ છે આથી દૃેશમાં સિવિલ એન્જિનિયરોની વધુ જરૂર છે.
સૌથી મહત્વનો પ્રશ્ર્ન આ છે કે, ભવિષ્યનો એન્જિનિયર કેવો હોવો જોઇએ. આજના યુવકોએ માત્ર સિવિલ એન્જિનિયરના જૂના સ્ાૂત્રો નહીં પરંતુ જળવાયું પરિવર્તન, જળ સંકટ, વધુ વૃક્ષો કેવી રીત્ો વાવી શકાય, જીઆઇએસ મેિંપગ, પ્રોજેકટ ફાઇનાન્સ તથા જે આધુનિક ટેકનીકનો વિકાસ થયો છે ત્ોની ઊંડી સમજ હોવી જરૂરી છે.
આ મુજબ મિકેનીકલ તથા નવીનીકરણ ઊર્જાની સચોટ માહિતી અને જ્ઞાન હોવું જોઇએ જ્યારે કોમ્પ્યુટર એન્જિનિયરોએ માત્ર કોિંડગ નહીં પરંતુ ડેટા આર્કિટેકટ, સાયબર સુરક્ષા તથા વિભિન્ન ક્ષેત્રોમાં એઆઇનો વ્યવહારિક ઉપયોગ કેવી રીત્ો થાય ત્ોની માહિતી હોવી જરૂરી છે. આ બાબત એમબીએ થયેલા યુવકોન્ો પણ લાગુ પડી રહી છે.
ભારતન્ો વિશ્ર્લેષણાત્મક તથા વહીવટી કૌશલ્ય વાળા લોકોની હવે બહુ જરૂર નથી પરંતુ જે જ્યાં છે ત્યાં ત્ોમની સંખ્યા ઘણી ઓછી છે.
ભારતના દૃરેક જિલ્લાઓમાં એવા વ્યક્તિઓની જરૂર છે જેઓ આંકડાઓનું વિશ્ર્લેષણ કરે, રોકાણની યોજનાઓ બતાવે, જે યોજના ચાલુ છે ત્ોમાં દૃેખરેખ રાખે, સરકારી ખરીદૃ વ્યવસ્થાન્ો સુધારેૈ, વિભિન્ન વિભાગો વચ્ચે સમન્વય સ્થાપિત કરે.
જો દૃેશમાં ખરેખર વિકાસન્ો નીચેથી ઉપર લાવવો હોય તો દૃરેક જિલ્લામાં માત્ર વહીવટકર્તાઓ નહીં પરંતુ યોજના તથા કામ કરી શકે ત્ોવું એકમ બનાવવું પડશે. આથી જિલ્લા યોજના કાર્યાલયોમાં અર્થશાસ્ત્ર, જીઆઇએસ, તથા સામાજિક ક્ષેત્રની સમજ રાખી શકે ત્ોવા ઉમેદૃવારોની નિમણૂંક કરવી જોઇએ.
યુવાનોએ પરંપરાગત એમવીએ કરવાના સ્થાન્ો જિલ્લા વિકાસ વિશ્ર્લેષક, નગર નાણાંકિય વિશેષજ્ઞ, સ્વાસ્થ્ય પ્રણાલી પ્રબંધક તથા પર્યાવરણન્ો અનુકૂળ કરી શકે ત્ોવા નવા ક્ષેત્રોન્ો પસંદૃ કરવા જરૂરી છે આથી સ્થાનિક વહીવટી તંત્ર સક્ષમ બનશે. તથા સમાજ ઉપયોગી રોજગારી વધશે.
આ બધી બાબતો શિક્ષણ અન્ો રોજગારીમાં સુધારો કરવાની સાથે ચલાવવાની જરૂર છે માત્ર પાઠ્યપુસ્તકોમાં ફેરફાર કરવાથી કોઇ સારૂ પરિણામ મળશે નહીં જો કોલેજમાં નવા વિષયો ભણાવવામાં આવે પરંતુ સરકારી અને ખાનગી સંસ્થામાં જૂની રીત્ો જ ભરતી કરશે તો બદૃલાવ આવશે નહીં. રોજગારીના બજારમાં નવા કૌશલ્યન્ો અનુરૂપ તક પ્ોદૃા કર્યા વગર શિક્ષણમાં થતો સુધારો માત્ર પ્રમાણપત્ર આપવાની પ્રક્રિયા બનશે. મુખ્ય આર્થિક સલાહકારની આ વાત યોગ્ય છે કે, ભારત્ો કૌશલ્ય આધારિત વ્યવસાયોન્ો ગંભીરતાથી લેવાની જરૂર છે. વેર્િંલ્ડગ, પ્લિંંબગ, ઇલેક્ટ્રિશીયન, નર્સિંગ, રસોઇ કળા જેવા ક્ષેત્રોમાં માનવિય નિર્ણય, હાથની કરામત, તથા વિશ્ર્વાસની જરૂર હોય છે એઆઇ સરળતાથી આ સ્થાન લઇ શકશે નહીં.
પરંતુ સામાજિક વાત પણ મહત્વપ્ાૂર્ણ છે વર્ષોથી પોતાના બાળકન્ો તબીબ કે એમબીએ અથવા ઉચ્ચ ડિગ્રી અપાવીશું ત્ોમ માનતા માતા-પિતા બાળકન્ો વેલ્ડર, ઇલેકટ્રિશીયન કે પ્લમ્બર બનાવશે નહીં.