Jai Hind

ગુવાહાટીમાં રૂા.૫૫ કરોડથી વધુના સોનાની દૃાણચોરી ઝડપાઈ

આંતરરાષ્ટ્રીય સ્મગિંલગ રેકેટ શંકા:તપાસ ત્ોજ

આસામના ગુવાહાટી શહેરમાં પોલીસે સોનાની દૃાણચોરી સામે મોટી સફળતા મેળવી છે. ગુવાહાટી સિટી પોલીસે ખરઘુલી વિસ્તારમાં ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરીને અંદૃાજે ૩૭ કિલોગ્રામના ૨૪ કેરેટ સોનાના બિસ્કિટ જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલા સોનાની િંકમત રૂપિયા ૫૫ કરોડથી વધુ હોવાનું પ્રાથમિક અંદૃાજ છે. આ સાથે લગભગ ૧૩ ગ્રામ જેટલા ચાંદૃીના નોડ્યુલ્સ અને લેક્સ પણ મળી આવ્યા છે.
ગુવાહાટીના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડ્ઢઝ્રઁ) શંભવી મિશ્રાએ જણાવ્યું કે આસામ પોલીસના ઈતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી સોના જપ્તીની કાર્યવાહી હોઈ શકે છે. પોલીસે આ કેસમાં ૩૨ વર્ષીય અક્ષય બન્સોડેની ધરપકડ કરી છે, જે મહારાષ્ટ્રના સાંગલીનો રહેવાસી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર મામલો આંતરરાષ્ટ્રીય સ્મગિંલગ રેકેટ સાથે જોડાયેલો હોઈ શકે છે. તપાસ એજન્સીઓના મતે આ નેટવર્કના સંબંધ મધ્ય પૂર્વના દૃેશો, મ્યાનમાર તેમજ ભારતના મુંબઈ, દિૃલ્હી, કોલકાતા અને બેંગલુરુ જેવા શહેરો સુધી ફેલાયેલા હોય શકે છે.
પોલીસના જણાવ્યા મુજબ આરોપીને ખાસ આ કામ માટે રાખવામાં આવ્યો હતો અને તેને દૃર મહિને આશરે રૂ. ૮૦ હજારનું વેતન આપવામાં આવતું હતું. તપાસ દૃરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે આરોપી અગાઉ ત્રણ વખત લગભગ ૨૦-૨૦ કિલો સોનાની દૃાણચોરી સફળતાપૂર્વક કરી ચૂક્યો હતો અને ચોથી વખત આ જ પ્રકારનું સ્મગિંલગ કરવાનો પ્રયાસ કરતી વખતે ઝડપાઈ ગયો હતો. પોલીસ હવે આ સમગ્ર નેટવર્ક, તેના નાણાકીય સ્ત્રોતો અને આંતરરાષ્ટ્રીય કડીઓ અંગે વિસ્તૃત તપાસ કરી રહી છે.