કેન્દ્ર સરકારના મંત્રીમંડળમાં આગામી દિૃવસોમાં મોટા ફેરફારો અને વિસ્તરણ થવાની સંભાવનાઓ પ્રબળ બની છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારના મંત્રીમંડળમાં આગામી દિૃવસોમાં મોટા ફેરફારો અને વિસ્તરણ થવાની સંભાવનાઓ પ્રબળ બની છે. રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, આ કેબિનેટ વિસ્તરણનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી વર્ષે જે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે ત્યાંના રાજકીય અને સામાજિક સમીકરણોને સાધવાનો છે. સંસદૃનું ચોમાસું સત્ર ૨૦ જુલાઈથી શરૂ થવાની ધારણા છે, અને વડાપ્રધાનના સત્તાવાર પ્રવાસો ૧૧ જુલાઈ સુધી નિર્ધારિત હોવાથી, આ સત્રની શરૂઆત પહેલાં જ નવી ટીમની જાહેરાત થઈ શકે છે.
હાલમાં કેન્દ્રીય મંત્રીમંડળમાં વડાપ્રધાન સહિત ૭૨ મંત્રીઓ સામેલ છે, જેમાંથી મહત્તમ સંખ્યા ૮૧ સુધી થઈ શકે તેમ છે. આ નિયમ મુજબ હાલમાં ૯ પદૃ ખાલી છે અને કેટલાક મંત્રીઓના રાજીનામા બાદૃ કુલ ૧૩ નવી જગ્યાઓ ઉપલબ્ધ બને તેવી ગણતરી છે. પંકજ ચૌધરી અને હર્ષ મલ્હોત્રા અનુક્રમે ઉત્તર પ્રદૃેશ અને દિૃલ્હીના ભાજપ પ્રદૃેશ પ્રમુખ બન્યા હોવાથી, પક્ષના ’એક વ્યક્તિ, એક પદૃ’ના સિદ્ધાંત હેઠળ તેઓ મંત્રીપદૃ છોડી શકે છે. આ ઉપરાંત જ્યોર્જ કુરિયન રાજીનામું આપી ચૂક્યા છે અને રવનીત િંસહ બિટ્ટુનો રાજ્યસભાનો કાર્યકાળ પૂર્ણ થતાં ખાલી પડેલી જગ્યાઓ પર નવા ચહેરા લાવવામાં આવશે.
આગામી વર્ષની શરૂઆતમાં ઉત્તર પ્રદૃેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુર તેમજ વર્ષના અંતમાં હિમાચલ પ્રદૃેશ અને ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. ઉત્તર પ્રદૃેશના રાજકીય સમીકરણો, ખાસ કરીને પશ્ર્ચિમી યુપી અને ઓબીસી-દૃલિત મતદૃારોને આકર્ષવા માટે મંત્રીમંડળમાં રાજ્યની ભૂમિકા વિસ્તરી શકે છે. પંજાબમાં પક્ષને મજબૂત કરવા માટે શીખ સમુદૃાય અને આમ આદૃમી પાર્ટીમાંથી ભાજપમાં આવેલા નેતાઓમાંથી કોઈને સ્થાન મળી શકે છે. ઉત્તરાખંડના દૃલિત ચહેરા અજય ટમટાનું કદૃ વધારવામાં આવે તેવી પણ અટકળો છે.