Jai Hind

સક્ષમ વ્યવસાયિકો તૈયાર કરવા વધતું ઇન્ટર્નશિપનું મહત્વ

યુવાનો પાસ્ો ભલે ઢગલાંબંધ ડિગ્રીઓ હોય પરંતુ ત્ોમની પાસ્ો વ્યવહારિક જ્ઞાન અન્ો સ્કીલ હોતી નથી

દૃેશમાં ઉદ્યોગ જગતની સતત આ ફરિયાદૃ રહેતી હોય છે કે ડિગ્રીઓની ભરમાર ભલે હોય પરંતુ યુવકો પાસ્ો વ્યવહારિક જ્ઞાન તથા વાસ્તવિક કાર્યક્ષમતા (સ્કીલ) વાળા યુવકોનો દૃરેક ક્ષેત્રમાં અભાવ છે.
શિક્ષણન્ો પાઠ્યપુસ્તકોમાંથી બહાર કાઢીન્ો વાસ્તવિકતાની દિૃશામાં જોડવાના હેતુથી ભારતીય માનક સંસ્થા દ્વારા ઇન્ટર્નશિપન્ો લઇ કરવામાં આવેલા નવા સુધારા આ ઉદ્યોગ જગતની ફરિયાદૃન્ો દૃૂર કરવામાં મહત્વનું કામ કરશે.
ફેક ઇન્ટર્નશિપ પર પ્રહાર કરવાવાળો આ નિયમ વ્યવસાય ક્ષેત્રમાં ફેરફાર નહીં પરંતુ આપણી શૈક્ષણિક વિચારધારામાં એક વૈચારિક પરિવર્તનનો સંકેત કરે છે. નવા નિયમો અંતર્ગત હવે કંપનીઓ તથા શિક્ષણ સંસ્થાઓ માટે ઇન્ટર્નશિપના નામે માત્ર એક કાગળનો ટૂકડો મતલબ કે સર્ટિફિકેટ આપવું પ્ાૂરતું નથી.
હવે તાલીમની પ્ાૂરી ગુણવત્તા મેટંરશિપનું માળખું તથા સૌથી મહત્વની બાબત જે ઇન્ટર્નશિપ કરી રહૃાું છે ત્ોના કામકાજનું ઓડિટ કરવું ફરજીયાત થયું છે આથી સીધો મતલબ આ છે કે, કંપનીઓ પર ન્ૌતિક દૃબાણ થશે કે ત્ોઓ પોતાન્ો તથા ઇન્ટર્નશિપ કરવાવાળાન્ો એક શ્રમિક ન સમજે પરંતુ ત્ો યોગ્ય વ્યવસાયકાર બન્ો ત્ો દિૃશામાં પ્રયત્ન થવો જોઇએ. શિક્ષણન્ો રોજગારલક્ષી બનાવવાના હેતુથી નવી શિક્ષણ નીતિમાં હવે સામાન્ય સ્નાતક પાઠ્યક્રમો માટે એક ઇન્ટર્નશિપ અનિવાર્ય કરવામાં આવી છે આ વાત યોગ્ય છે કે, દૃેશની યુનિ.ઓ અને કોલેજોમાંથી દૃર વર્ષે હજારો વિદ્યાર્થીઓ ડિગ્રી લઇન્ો અભ્યાસ પ્ાૂર્ણ કરે છે.
દૃરમ્યાન જે વિદ્યાર્થીઓએ જે ત્ો વિષયમાં ડિગ્રી મેળવી હોય છે અન્ો બીજી તરફ ઉદ્યોગ જગતમાં જે સ્કીલ જોઇએ ત્ોવા યુવાનો વચ્ચે મોટી ખાઇ રહેતી હોય છે. ભારતમાં ઉચ્ચ શિક્ષણ તથા કોર્પોરેટ વિશ્ર્વ વચ્ચે આ વિરોધાભાસ કાયમ રહેતો હોય છે.
આ બાબતનું મુખ્ય કારણ આ છે કે, દૃેશમાં ઇન્ટર્નશિપની સંસ્કૃતિ માત્ર ઔપચારિકતા પ્ાૂરતી બની છે. કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી પોતાના ઓળખીતા, કોઇ કંપની, પરિચિત સંસ્થા વગ્ોરે પાસ્ોથી પ્રમાણ પત્ર મેળવી લે છે. ઘણી વખત એવું બન્ો છે કે, વિદ્યાર્થીઓ ઇન્ટર્નશિપ કરવા કોઇ દિૃવસ ત્ો વ્યવસાયના સ્થળે જતા નથી.
આ શોર્ટકર્ટ માત્ર વિદ્યાર્થીઓન્ો શીખવાની ધગશન્ો નુકસાન કર્યું નથી પરંતુ આ વ્યવસ્થાન્ો નબળી બનાવી છે જ્યાં આ વિદ્યાર્થીઓ વ્યવસાય જગતના પડકારો વિશે કશું જાણતા નથી.
કોઇપણ દૃેશની પ્રગતિ તથા આર્થિક મજબ્ાૂતી યુવાનોની કાર્યકુશળતા પર આધાર રાખે છે જો ત્ોમન્ો વાસ્તવિક કાર્યનો અનુભવ, પારદૃર્શક મુલ્યાંકનના માધ્યમથી કુશળ બનાવવામાં નહીં આવે તો આખરે દૃેશન્ો નુકશાન થશે. અત્યારે કાગળ પર બનાવેેલા નિયમો ત્યારે સફળ થશે જ્યારે શૈક્ષણિક સંસ્થાઓ તથા ઉદ્યોગ જગત સાથે મળીન્ો આ વાતનું પાલન કરશે. દૃેશની કોલેજોમાં મોટાભાગના પ્રોફેસરો આધુનિક ટેકનીકથી અપરિચિત છે.
આથી સરકાર તથા વિશ્ર્વવિદ્યાલયોએ શિક્ષકો માટે અપસ્કીલીગ કાર્યક્રમ ચલાવવો પડશે. કોર્પોરેટ જગતના જે એકસપર્ટ છે પ્રોફેસર ઓફ પ્રેકટીસના સ્વરૂપમાં કોલેજોમાં આમંત્રણ આપવું પડશે કારણ કે, વિદ્યાર્થીઓન્ો અભ્યાસ કરતી વેળા ઇન્ડસ્ટ્રીનો અનુભવ મળે.
નવા નિયમો મુજબ કોલેજના બ્ો અંતિમ સ્ોમેસ્ટર કોર્પોરેટ અથવા ફિલ્ડ ઇન્ટર્નશિપ માટે હોવા જોઇએ વિદ્યાર્થીન્ો ડિગ્રી ત્યારે આપવામાં આવે જ્યારે ત્ોણે કોઇ કંપની કે પ્રોજેકટ સાથે કામ કર્યું હોય. ત્ોનાથી ફ્રેશર હોવાનું ટેગ દૃૂર થશે અને વિદ્યાર્થી કોલેજથી ડિગ્રી મેળવી નોકરી માટે ત્ૌયાર થસ્ો. ભવિષ્યની શિક્ષણ પધ્ધતિ એવી ન હોવી જોઇએ જે માત્ર વિદ્યાર્થીન્ો ડિગ્રી ધારક બનાવે પરંતુ આ વિદ્યાર્થી સમસ્યા સમાધાનકર્તા તથા નિરંતર શીખવાવાળો હોય. ટેકનીકલ કૌશલ્યની સાથે ક્રિટીકલ િંથકિગ, કોમ્યુનિકેશન તથા એડપ્ટેલિબીટી જેવી સોફટ સ્કીલ ભારતના યુવાનો માટે એઆઇના આ યુગમાં સફળતા અપાવશે.
જો વિદ્યાર્થીઓ ઇન્ટર્નશિપ કરે તો ત્ોમન્ો ઘણો ફાયદૃો થતો હોય છે ત્ોઓ જ્યારે અભ્યાસ કરતા હોય છે ત્યારે ત્ોમન્ો વાસ્તવિક કાર્યનો પણ અનુભવ મળે છે. ઉપરાંત ઉદ્યોગ જગતમાં શું ચાલી રહૃાું છે, શું ફેરફાર થયા છે, કેવી સ્પર્ધા ચાલે છે ત્ો વિશે સંપ્ાૂર્ણ માહિતી મળે છે.
વિદ્યાર્થીઓમાં આત્મવિશ્ર્વાસનું પ્રમાણ વધે છે ઉદ્યોગ જગતના જે વિશેષજ્ઞો હોય છે ત્ોમની સાથે કામ કરવાનો અનુભવ મળે છે. અન્ો ખાસ વિદ્યાર્થીઓન્ો પસંદૃગીના ક્ષેત્રમાં નોકરી મળવાની તકો વધી જતી હોય છે.