Jai Hind

કેન્દ્રીય કેબિનેટની મળેલી બેઠકમાં દિૃલ્હીમાં રૂા.૬,૯૭૦ કરોડની ટનલ, કાનપુર-કબરાઈ હાઈવેને મંજૂરી

ટનલ દ્વારા એક્સપ્રેસ વે ને દિૃલ્હી સાથે જોડાશે

યુપીમાં હાઈવે બીઓટી ધોરણે વિકસાવાશે

કેન્દ્ર સરકારની મોદૃી કેબિનેટે બુધવારે દૃેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને ગતિ આપતા બે મહત્વપૂર્ણ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે જણાવ્યું કે પ્રથમ પ્રોજેક્ટ દિૃલ્હીમાં બનનારી ૮ કિલોમીટર લાંબી ૬-લેન દ્વારકા ટનલનો છે, જેના માટે અંદૃાજે રૂા.૬,૯૭૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ ટનલ દિૃલ્હીના ટ્રાફિક દૃબાણને ઘટાડવામાં મદૃદૃરૂપ બનશે અને રાજધાનીમાં નવો પરિવહન કોરિડોર ઊભો કરશે.
તેમણે જણાવ્યું કે ટનલનું નિર્માણ દિૃલ્હીના ‘રિજ’ વિસ્તારને કોઈ નુકસાન
ન થાય તે રીતે કરવામાં આવશે.
બીજો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ઉત્તર પ્રદૃેશના બુંદૃેલખંડ વિસ્તાર સાથે જોડાયેલો છે. આ હેઠળ કાનપુરથી કબરાઈ સુધીનો ૨૪૨ કિલોમીટર લાંબો એક્સેસ-કન્ટ્રોલ્ડ હાઈવે બનાવવામાં આવશે, જે આગળ મહોબા અને ભોપાલ સુધીના માર્ગને વધુ સુગમ બનાવશે. આ હાઈવે કાનપુર, હમીરપુર અને મહોબા જેવા જિલ્લાઓને વધુ સારી કનેક્ટિવિટી આપશે અને ટ્રાફિકના કુદૃરતી પ્રવાહને ઝડપી બનાવશે.
આ પ્રોજેક્ટ ર્મ્ં (બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર) ટોલ મોડલ હેઠળ વિકસાવવામાં આવશે અને તેમાં ગ્રીનફિલ્ડ તથા બ્રાઉનફિલ્ડ બંને પ્રકારના માર્ગોનો સમાવેશ થશે. પ્રથમ તબક્કામાં ૪-લેન હાઈવે બનાવાશે, પરંતુ ભવિષ્યમાં તેને ૬-લેન સુધી વિસ્તૃત કરી શકાય તે રીતે ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. અશ્ર્વિની વૈષ્ણવે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીના માર્ગદૃર્શન મુજબ તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું આયોજન વર્ષ ૨૦૪૭ના ભારતના વિકાસને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહૃાું છે.
આ હાઈવે બુંદૃેલખંડ ડિફેન્સ કોરિડોર અને મેન્યુફેક્ચિંરગ ક્ષેત્રના વિકાસને વેગ આપશે. સાથે જ કાનપુરથી કબરાઈ વચ્ચેનો હાલનો અંદૃાજે સાડા
ત્રણ કલાકનો પ્રવાસ ઘટીને માત્ર દૃોઢ કલાકમાં પૂર્ણ થઈ શકશે.