યુરોપ અને ચીનની તર્જ પર રેલવે નવી રિમોડલીંગ ટેકનીકથી ટ્રેકના વળાંક-ગિયર્સને બદલશે
દેશના સૌથી વ્યસ્ત રેલવે નેટવર્ક પર ટ્રેનોની લેટ-લતીફીને જડથી ખતમ કરવા માટે ભારતીય રેલવે યુરોપ અને ચીનની તર્જ પર પોતાના પાયાના માળખામાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. આ માસ્ટર પ્લાન અંતર્ગત દેશના 100 સૌથી વ્યસ્ત સ્ટેશનો પર ટ્રેનો આઉટરથી પ્લેટફોર્મ પર ધીમી આવવાને બદલે 75 કિલોમીટર દર કલાકની ઝડપે સીધો પ્રવેશ કરશે. સ્ટેશન યાર્ડ રિમોડલીંગ અને હાઈટેક સિગ્નલ ટેકનીકથી આ જોડાણથી યાત્રી ટ્રેનોની સરેરાશ ગતિમાં 30 ટકાનો વધારો થશે, જે યાત્રીઓની સફરનો સમય લગભગ 3 કલાક સુધી ઘટાડો કરશે. રેલવેનું આ નવું આંતરરાષ્ટ્રીય ધોરણ દેશમાં સેમી હાઈ-સ્પીડ વંદેભારત ટ્રેનોના વિનાવિધ્ને પરિચાલન માટે લોન્ચ પેડનું કામ કરશે.
રેલવે બોર્ડના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ હાલમાં મોટા સ્ટેશનો બહાર ટ્રેકની જાણ (યાર્ડ) અને વળાંકવાળા પોઈન્ટસ છે. સુરક્ષાના કારણે 30 કિલોમીટર દર કલાકથી વધુની ગતિ શકય નહોતી. હવે નવી રિમોડલીંગ અંતર્ગત પાટાના વળાંક અને ગિયર્સને આધુનિક એલોય અને નવા સીધા એલાઈન્મેન્ટની સાથે બદલવામાં આવી રહ્યા છે, જે 75 કિલોમીટર દર કલાકની ગતિએ પણ ટ્રેનને ચલાવવામાં સક્ષમ રહેશે. આ રીતે કોમ્પ્યુટર નિયંત્રીત ઈલેકટ્રોનીક ઈન્ટરલોકીંગ કરવામાં આવી રહ્યું છે, જેથી ટ્રેનોના રૂટ સુરક્ષિત રીતે ઝડપથી બદલી જશે.