વોટ્સઅપના નવા ’યુઝરનેમ’ ફીચર સામે ભારત સરકારે કડક વલણ અપનાવ્યું છે. સરકારે તેની પેરેન્ટ કંપની મેટાને નોટિસ મોકલીને આ ફીચરનું લોન્ચિંગ હાલ પૂરતું ’હોલ્ડ’ પર રાખવા અથવા અટકાવી દૃેવા આદૃેશ કર્યો છે. આ મામલે સરકાર સાથે સંપૂર્ણ ચર્ચા ન થાય ત્યાં સુધી તેને લોન્ચ ન કરવા કહેવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકારે મેટા કંપનીને નોટિસનો વિગતવાર જવાબ આપવા માટે ૩ દિૃવસનો સમય આપ્યો છે. સરકાર આ ફીચરના સિક્યોરિટી અને પ્રાયવસી પાસાઓની બારીકાઈથી તપાસ કરી રહી છે. જો તપાસમાં કોઈ મોટી ખામી જણાશે તો આગામી સમયમાં કંપની સામે વધુ કડક પગલાં લેવાઈ શકે છે.
સરકારને આશંકા છે કે આ ફીચરનો ખોટો ઉપયોગ ઓનલાઇન ફ્રોડ અને સાયબર ક્રાઇમમાં મોટો વધારો કરી શકે છે. જો કોઈ સ્કેમર અન્ય વ્યક્તિ, પ્રખ્યાત સેલિબ્રિટી કે પ્રતિષ્ઠિત કંપનીના નામે નકલી યુઝરનેમ બનાવી લે, તો સામાન્ય લોકો છેતરાઈ શકે છે. અગાઉ ટેલિગ્રામ પર પણ આવા ફેક પ્રોફાઈલ દ્વારા ઠગાઈના અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે.
વોટ્સઅપના નવા સીઈઓ કુણાલ શાહે સોશિયલ મીડિયા પર લોકોને પોતાના યુઝરનેમ વહેલી તકે રિઝર્વ કરવા અપીલ કરી છે. બીજી તરફ, કંપનીએ બચાવ કરતાં જણાવ્યું છે કે દૃરેક યુઝરનેમ એકદૃમ યુનિક હશે. કોઈ તેની નકલ ન કરી શકે તે માટે હાઇ-પ્રોફાઇલ નામો પહેલેથી જ બ્લોક રાખવામાં આવશે. આ સિવાય કંપની કોઈ પબ્લિક ડિરેક્ટરી પણ નહીં બનાવે, એટલે કે જેની પાસે તમારું યુઝરનેમ હશે તે જ તમને શોધી શકશે.