આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઈલ) ના ભાવ ઘટવાનો ફાયદૃો હવે ભારતીય ગ્રાહકોને મળવા લાગ્યો છે. ખાનગી ક્ષેત્રની અગ્રણી ઈંધણ કંપની નાયરા એનર્જી એ દૃેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ પેટ્રોલની િંકમતમાં પ્રતિ લીટર રૂ.૫ અને ડીઝલની િંકમતમાં પ્રતિ લીટર રૂ.૩ નો ઘટાડો કર્યો છે. આ નવી િંકમતો ૧ જુલાઈ ૨૦૨૬થી તાત્કાલિક અસરથી લાગુ થઈ ગઈ છે. છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયગાળામાં ઈંધણના ભાવમાં આ સૌથી મોટો ઘટાડો છે.
કંપનીનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે પશ્ર્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલો તણાવ ઓછો થયો છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની િંકમતો નીચે આવી છે. મુખ્ય દૃરિયાઈ વેપાર માર્ગો ફરી ખુલવાના કારણે ક્રૂડ ઓઈલ અને એલએનજી (ન્દ્ગય્) નો વૈશ્ર્વિક પુરવઠો સામાન્ય બન્યો છે, જેના લીધે તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.