Jai Hind

જુલાઇમાં પણ નોર્મલથી ઓછો વરસાદ થશે હવામાન ખાતાની ચિંતા વધારતી આગાહી

ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં જુન મહિનામાં ચોમાસાની ખાદ્ય રહી છે ત્યારે જુલાઇ મહિનામાં પણ વરસાદ સરેરાશથી ઓછો જ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જુલાઇમાં સરેરાશ કરતાં 94 ટકાથી પણ ઓછો વરસાદ રહી શકે છે.
સામાન્ય રીતે ચોમાસાનો સૌથી વધુ વરસાદ જુલાઇમાં વરસતો હોય છે. સરેરાશ 280.4 મીમી પાણી વરસે છે. અલનીનોની ઇફેક્ટથી ચોમાસુ વેરવિખેર બન્યું છે. જુન નબળો ગયો છે. જુલાઇમાં તે ખાધ સરભર થઇ શકે તેવો વરસાદ નહીં પડે. જો કે ઉત્તર પશ્ર્ચિમ, ઉતર પૂર્વના ભાગો તથા પૂર્વ મધ્ય ભારતમાં નોર્મલ વરસાદ થવાની સંભાવના છે. જ્યારે દેશના બાકિના ભાગોમાં વરસાદ ઓછો જ રહેશે. હવામાન વિભાગના વડા મૃત્યુંજય મહાપાત્રએ કહ્યું કે જુલાઇના પ્રથમ સપ્તાહમાં દેશના અનેક ક્ષેત્રોમાં તોફાની ભારે વરસાદ થવાની શક્યતા છે. બંગાળની ખાડીના લો-પ્રેસરથી વરસાદની સંભાવના છે. જુન માસમાં દેશમાં સરેરાશ વરસાદ 99.5 મીમી થયો છે તેમાં 40 ટકાથી વધુની ખાધ છે.