આપકા તો લગતા હૈ બસ યહી સપના, રામનામ જપના પરાયા માલ અપના!
રામમંદિરમાં દાન ચોરી બાદ રોજેરોજ ભગવાન રામના નામે થતા કૌભાંડોનો પર્દાફાશ થઈ રહ્યો છે. રામમંદિર ટ્રસ્ટે એવા લોકોની ભરતી કરી હતી જેમની કોઈ જે-તે પદ માટેની યોગ્યતા જ નહોતી, જીહા, ચંપતરાયનો ડ્રાઈવર ખજાનચી બની ગયો હતો, તો સફાઈકર્મી કેશિયર બની ગયો હતો!
અયોધ્યામાં ભવ્ય રામમંદિરમાં રોજેરોજ દેશ-વિદેશથી આવતા હજારો આસ્થાળુઓ ચડાવો ચડાવતા હતા પણ આસ્થાની આડમાં અહી ભયાનક ખેલ ખેલાતો હતો. ખરેખર તો રામ મંદિર ટ્રસ્ટની રચના બાદ પરદાની પાછળ બેક ડોર એન્ટ્રીની એક મોટી સિન્ડીકેટ કામ કરી રહી હતી. મંદિરના ખૂબ જ સંવેદનશીલ નાણાકીય કામકાજ અને કરોડો રૂપિયાની રોકડ સંભાળવાની જવાબદારી એવા લોકોને સોંપવામાં આવી હતી. જેમની એકમાત્ર લાયકાત ટ્રસ્ટના મહાસચીવ ચંપતરાય અને અન્ય પ્રભાવશાળી પદાધિકારીઓના નજીકના હોવું તે હતી, કોઈ જાતના પોલીસ વેરિફીકેશન કે જરૂરી શૈક્ષણિક યોગ્યતા વિના આ ભરતીઓએ ધીરે ધીરે ચડાવા ચોરીનું વિકરાળ રૂપ લઈ લીધું, જેમાં ‘પ્રભાવશાળી’ઓ ડ્રાઈવરથી માંડીને તેમના સંબંધીઓના નામ સામે આવી રહ્યા છે.
પુરા ચડાવા ચોરીની કૌભાંડના કેન્દ્રનો મુખ્ય આરોપી લવકુશ મિશ્રા અને તેમનો સાળો અનુકલ્પ મિશ્રા સામેલ છે. મિશ્રા ચંપતરાયનો ડ્રાઈવર હતો અને તેમાંથતી ટ્રસ્ટનો ખજાનચી બન્યો હતો.