Jai Hind

વોટ્સએપ ‘યુઝરનેમ’ ફીચર બાદ કેન્દ્ર સરકારે ‘ટેલિગ્રામ’ અને ‘સિગ્નલ’ એપ્લિકેશનને ફટકારી નોટિસ


સરકારે બંને પ્લેટફોર્મને વિગતવાર સ્પષ્ટતા આપવા જણાવ્યું

કેન્દ્ર સરકારે મેસેિંજગ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ ’યુઝરનેમ’ ફીચર અંગે તપાસનો વ્યાપ વધુ વિસ્તૃત કર્યો છે. ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલયે વોટ્સએપને નોટિસ મોકલ્યા બાદૃ હવે ટેલિગ્રામ અને સિગ્નલ એપ્લિકેશનને પણ સત્તાવાર નોટિસ ફટકારી છે.
સરકારે બંને પ્લેટફોર્મને તેમના યુઝરનેમ ફીચર અંગે વિગતવાર સ્પષ્ટતા આપવા જણાવ્યું છે. ખાસ કરીને આ સુવિધાનો ઉપયોગ કરીને કોઈ વ્યક્તિ અન્યની ખોટી ઓળખ બનાવી શકે છે કે નહીં અને તેવા કિસ્સાઓને રોકવા માટે કયા સુરક્ષા પગલાં અમલમાં છે, તે અંગે માહિતી માગવામાં આવી છે.
ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલયે એ પણ પૂછ્યું છે કે યુઝરનેમ સિસ્ટમમાં ઓળખની ચકાસણી કેવી રીતે કરવામાં આવે છે અને જો કોઈ વ્યક્તિ અન્યનું નામ અથવા ઓળખનો દૃુરુપયોગ કરે તો તેની સામે પ્લેટફોર્મ કેવી રીતે કાર્યવાહી કરે છે. સરકારનો હેતુ ઓનલાઈન છેતરિંપડી, નકલી ઓળખ અને સાયબર ગુનાઓને રોકવા માટે ડિજિટલ પ્લેટફોર્મ્સની જવાબદૃારી વધુ મજબૂત બનાવવાનો છે. તાજેતરના સમયમાં મેસેિંજગ એપ્સ પર યુઝરનેમ આધારિત સંવાદૃની સુવિધા વધુ લોકપ્રિય બની રહી છે. જોકે, આ ફીચરનો દૃુરુપયોગ કરીને છેતરિંપડી અથવા કોઈ અન્ય વ્યક્તિ તરીકે રજૂ થવાના બનાવો પણ વધી શકે છે, જેને ધ્યાનમાં રાખીને સરકારે આ કાર્યવાહી હાથ ધરી છે.