Jai Hind

દુનિયામાં સૌથી વધુ રેમિટન્સ મેળવનાર દેશ બન્યો ભારત: 16 અબજ ડોલર ઠલવાયા

વૈશ્ર્વિક ભૂ-રાજનીતિક તનાવ અને નાણા બજારોમાં ઉતાર-ચડાવ છતાં ભારતે દુનિયામાં સૌથી વધુ રેમિટન્સ મેળવ્યા: અમેરિકા અને યુએઈમાં રહેતા ભારતીયો દેશ માટે કમાઉ દીકરા બન્યા

વૈશ્ર્વિક ભૂ-રાજનીતિક તનાવ અને નાણાકીય બજારોમાં ઉતાર-ચડાવ છતા ભારત દુનિયામાં સૌથી વધુ રેમિટન્સ (વિદેશથી દેશમાં મોકલાયેલી રકમ) મેળવનાર દેશ બન્યો છે. મહત્વની બાબત એ છે કે અમેરિકા-ઈરાન સંકટ છતાં ખાડી દેશો (જીસીસી)માં રહેતા ભારતીય પ્રવાસીઓએ ઘેર પૈસા મોકલવાનું મજબૂતીથી ચાલુ રાખ્યું છે.
પશ્ર્ચિમ એશિયા ક્ષેત્રમાં ભૂ-રાજનીતિક તનાવના કારણે રેમિટન્સ પર પડવાની ચિંતાને ફગાવીને ભારતમાં આવતા નેટ ટ્રાન્સફર એપ્રિલ 2025માં 9.4 બિલિયન (યુએસડી)થી એપ્રિલ 2026માં 70 ટકાથી વધુના વધારાની સાથે 16 બિલિયન સુધી પહોંચી ગયું છે.
રેમિટન્સ શું છે અને શું છે તેનું મહત્વ: સરળ શબ્દોમાં રેમિટેન્સ એ ધન કે સામાન છે, જે પ્રવાસી નાગરિક વિદેશથી સીધું પોતાના ગૃહ દેશમાં રહેતા પોતાના પરિવારો કે સ્થાનિક સમુદાયોને મોકલે છે. આરબીઆઈના અનુસાર રેમિટન્સ બહારના ફાયનાન્સીંગના સૌથી સ્થિર અને ભરોસાલાયક ભાગોમાંની એક છે. આ નાણાકીય બજારના ઉતાર-ચડાવ અને ભૂ-રાજનીતિક અનિશ્ર્ચિતતા જેવી પ્રતિકુળ ઘટનાઓથી ઘણી હદ સુધી દૂર રહે છે.
વૈશ્ર્વિક સ્તર પર ભારતનો દબદબો: વર્લ્ડ માઈગ્રેશન રિપોર્ટ 2026: સંયુકત રાષ્ટ્રના ‘વર્લ્ડ માઈગેશન રિપોર્ટ 2026’ મુજબ વર્ષ 2024માં ભારત 137.67 બિલિયન ડોલરની સાથે દુનિયામાં સૌથી મોટું રેમીનેન્ટ મેળવનાર દેશ રહ્યો. વૈશ્ર્વિક પટલ પર ભારતની આ સ્થિતિ એટલી મજબૂત છે કે તેને મળેલી રકમ યાદીમાં તેના પછી આવતા ત્રણ દેશો- ક્રમશ: મેકિસકો, ફિલીપાઈન્સ અને ફ્રાન્સને મળેલા કુલ રેમિટન્સને લગભગ બરાબર હતી.
ભારતીય રેમિટન્સમાં દેશોની ભાગીદારી: ભારત સરકાર મુજબ ગત પાંચ વર્ષમાં ભારત આવતા પૈસામાં નિરંતર અને ઐતિહાસિક વૃદ્ધિ જોવા મળી છે. આરબીઆઈના રેમિનેન્ટ સર્વે (2021) મુજબ ભારતમાં આવનારા કુલ ધનમાં સર્વાધિક ભાગીદારી અમેરિકા અને સંયુક્ત આરબ અમીરાતની છે. જે મુજબ અમેરિકાની ભાગીદારી 23.4 ટકા, સંયુક્ત અરબ અમિરાતની 18.0 ટકા, યુનાઈટેડ કિંગડમની 6.8 ટકા, સિંગાપોરની 5.7 ટકા, સાઉદી અરબની 5.1 ટકા, કુવૈતની 2.4 ટકા, ઓમાનની 1.6 ટકા, કતારની 1.5 ટકા, હોંગકોંગની 1.1 ટકા, ઓસ્ટ્રેલિયાની 0.7 ટકા, મલેશિયાની 0.7 ટકા, કેનેડાની 0.6 ટકા, જર્મનીની 0.6 ટકા, ઈટલીની 0.1 ટકા, ફિલીપાઈન્સની 0.0 ટકા, નેપાળની 0.0 ટકા અન્યની 31.6 ટકા છે.વિદેશ મંત્રાલય (એમઈએ) દ્વારા જાહેર આંકડા અનુસાર જાન્યુઆરી 2026માં ખાડીના 6 મુખ્ય દેશોમાં લગભગ 1 કરોડ (99.6 લાખ) ભારતીય પ્રવાસીઓ નિવાસ કરી રહ્યા છે. આ કારણે આ ક્ષેત્રોમાંથી ભારતને ભારે માત્રામાં આર્થિક સહયોગ મળે છે.