Jai Hind

હિમાચલમાં મેઘતાંડવ-ભૂસ્ખલનથી ૯ના મોત

રાજ્યમાં ૫૦થી વધુ માર્ગો બંધ, ૪૨ ટ્રાન્સફોર્મરન્ો નુકસાન

હિમાચલ પ્રદૃેશમાં ચોમાસાના આગમન સાથે જ લોકોને ગરમીથી રાહત તો મળી છે, પરંતુ તેની સાથે જ મુશ્કેલીઓમાં પણ મોટો વધારો થયો છે. રાજ્યના શિમલા, કાંગડા, લાહૌલ-સ્પીતિ અને ચંબા જિલ્લામાં જુદૃા જુદૃા અકસ્માતોમાં બે મહિલાઓ સહિત ચાર લોકોના મોત થયા છે. આ સિવાય રોહતાંગ, બારાલાચા અને િંશકુલા પાસમાં હળવી બરફવર્ષા અને અન્ય વિસ્તારોમાં ભારે વરસાદૃ નોંધાયો છે. વરસાદૃના કારણે ખેડૂતોને ડાંગર અને મકાઈની વાવણીમાં મોટી રાહત મળી છે.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં થયેલા ભારે વરસાદૃ અને ભૂસ્ખલનને કારણે ૫૦ રસ્તાઓ બંધ થઈ ગયા છે. આ ઉપરાંત ૪૨ ટ્રાન્સફોર્મર બગડી જવાને કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. ચંબા જિલ્લાના ભરમોરમાં સિયૂંર નાળામાં પૂર આવતાં ગ્રીમા તરફ જતો રોડ ૬૦ ફૂટ જેટલો વહી ગયો હતો, જેનાથી હોલી-સિયૂંર-ગ્રીમા માર્ગ ઠપ થઈ ગયો છે.

લૉ પ્રેસર સર્જાતા હવે ચોમાસુ વધુ જોર પકડશે

એકાદ મહિના સુધી નૈઋત્ય ચોમાસામાં અનિશ્ર્ચિત રફતાર રહ્યા બાદ હવે સક્રિય થઇ ગયું છે અને ગુજરાત સહિતના રાજયોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે તેવા સમયે ચોમાસાની સિઝનનું પ્રથમ લોપ્રેસર સર્જાયું છે અને તેના પ્રભાવ હેઠળ આવતા દિવસોમાં મહારાષ્ટ્ર-ગુજરાત સહિતના રાજયોમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યુ છે કે, ચોમાસાની સિઝનનું પ્રથમ લોપ્રેસર ઉત્તર-પશ્ર્ચિમની બંગાળની ખાડી અને તેને સંલગ્ન ઉત્તર ઓડિસા તથા પશ્ર્ચિમ બંગાળના ત્રટીય ભાગમાં સર્જાયુ છે અને તેની અસર હેઠળ નૈઋત્ય ચોમાસુ વધુ મજબુત બની શકે છે.