Jai Hind

આગામી સપ્તાહમાં દૃેશનું પ્રથમ ખાનગી રોકેટ લોન્ચ થશે

નવી દિલ્હી: અવકાશ સંશોધન ક્ષેત્રે રાષ્ટ્રીય સંસ્થા ઈન્ડીયન સ્પેસ રીવર્સ ઓર્ગેનાઈઝેશનને અનેક સિદ્ધીઓ મેળવ્યા બાદ હવે ખાનગી સાહસીકો પણ આ ક્ષેત્રમાં પ્રવેશી રહ્યા છે અને દેશનું પ્રથમ ખાનગી રોકેટ તા.12 જુલાઈથી જ ઓગષ્ટ વચ્ચે પૃથ્વીની ભ્રમણ કક્ષામાં રવાના કરાશે. હૈદરાબાદ સ્થિત ખાનગી એરોસ્પેસ કંપની ‘સ્કાયરૂટ’ દ્વારા આ લોન્ચ વિન્ડો જાહેર કરાયુ છે. સ્કાયરૂટ નિર્મિત વિક્રમ-1 લોન્ચ વ્હીકલ (રોકેટ) દેશમાં જ પ્રથમ વખત નિર્મિત કરાયુ છે. આ રોકેટ શ્રી હરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટરથી રવાના થશે. આમ ઈસરો પણ આ સાહસને પ્રોત્સાહીત કરી રહી છે. સ્કાયરૂટ ફાઉન્ડર- સીઈઓ પવનકુમાર ચંદાના એ આ માહિતી આપતા ભૂમિ પર આ રોકેટના તમામ ટેસ્ટીંગ થયા છે. હવે તેને ભ્રમણકક્ષામાં રવાના કરી તેની ક્ષમતાની ચકાસણી થશે.