પોલીસનું કામ રક્ષણ કરવાનું છે પણ આપણે ત્યાં ઘણીવાર રક્ષક ભક્ષક બની ગયાના દાખલા છે. હૈદ્રાબાદના પોલીસ કોમ્પ્યુટર સર્વિસીઝના ડીએસપી સંકીરેડ્ડી ભીમ રેડ્ડીના ઘર સહિત અનેક સ્થળે એન્ટી કરપ્શન બ્યુરોએ દરોડા પાડતા અધધધ 200 કરોડ રુપિયાની સંપત્તિ મળી આવી છે. તેની સામે આવકથી વધુ સંપત્તિનો આરોપ છે.
એસીબીનું કહેવું છે કે અધિકારીએ પોતાની નોકરી દરમિયાન ભ્રષ્ટાચાર અને ગેરકાયદે ભારે સંપત્તિ ભેગી કરી છે. આ મામલામાં એસીબીની ટીમોએ ગુરુવારે એક સાથે 13 જગ્યાએ તલાસી લીધી હતી તેમાં તેમના સંબંધીઓ, મિત્રો, કથિત અનામીઓ અને સહયોગીઓ સાથે જોડાયેલી સંપત્તિઓ સામેલ હતી.