કેન્દ્ર સરકારે ઇન્સ્ટાગ્રામ પર બાળ શોષણને પ્રોત્સાહન આપતી જાહેરાતો અંગે મેટા અધિકારીઓને સમન્સ પાઠવ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે મંત્રાલયને અમેરિકન સોશિયલ મીડિયા કંપની મેટાના અધિકારીઓને સમન્સ મોકલવાનો નિર્દૃેશ આપ્યો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે મંત્રાલય આ જાહેરાતો અંગે કંપની પાસેથી સ્પષ્ટતા માંગશે. મેટા વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની પેરેન્ટ કંપની છે.
સરકારે મેટા અધિકારીઓને સમન્સ પાઠવ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર બાળ જાતીય શોષણને પ્રોત્સાહન આપતી જાહેરાતોના સંદૃર્ભમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.
સરકાર મેટા અધિકારીઓને પૂછશે કે તેમણે તેમના પ્લેટફોર્મ પર આવી જાહેરાતો કેવી રીતે ચલાવવાની મંજૂરી આપી અને આવી સામગ્રીને રોકવા માટે તેઓ શું કરી રહૃાા છે.
આજે શરૂઆતમાં, બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશને અહેવાલ આપ્યો હતો કે ઇન્સ્ટાગ્રામ ભારતમાં બાળ જાતીય શોષણ સામગ્રીને પ્રોત્સાહન આપતી જાહેરાતો ચલાવી રહૃાું છે.
બીબીસીએ અહેવાલ આપ્યો હતો કે તેણે “બળાત્કાર વિડિઓઝ” અને “બાળ વિડિઓઝ” જેવા અત્યંત અપમાનજનક શીર્ષકોનો ઉપયોગ કરતી જાહેરાતો જોઈ હતી. અહેવાલમાં જાણવા મળ્યું છે કે આ જાહેરાતો ટેલિગ્રામ ચેનલો સાથે જોડાયેલી છે જ્યાં લોકો ફક્ત ૯૯ રૂપિયામાં આવી સામગ્રી ખરીદૃી શકે છે.