ઇથેનોલથી વાહનોને કોઈ તકલીફ થતી નથી અને તેનાથી અર્થવ્યવસ્થા પર આયાતનું પ્રેશર પણ ઓછું થાય છે
પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ કરવા પર મચેલો હોબાળો હજુ શાંત નથી થયો ત્યાં ડીઝલમાં પણ તેને મિક્સ કરવાની તૈયારી શરુ થઈ ચૂકી છે.
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહૃાું કે જીવાશ્મ ઇંધણ પર ભારતની આયાતની નિર્ભરતાને ઘટાડવા માટે પેટ્રોલ બાદૃ હવે ડીઝલમાં પણ ૧૫ ટકા ઇથેનોલ મિલાવવામાં આવશે. નીતિન ગડકરીએ કહૃાું કે, ઇથેનોલથી વાહનોને કોઈ તકલીફ થતી નથી અને તેનાથી અર્થવ્યવસ્થા પર આયાતનું પ્રેશર પણ ઓછું થાય છે. સરકારે ઇંધણના વિકલ્પ પર રણનીતિ બનાવવાને લઈ નીતિન ગડકરીએ કહૃાું કે, ડીઝલમાં ડાયરેક્ટ ઇથેનોલ નથી મિલાવવામાં આવતો, પણ તેનો આઇસોબ્યૂટેનોલ સોલ્યુશન બનાવી તેને ઇથેનોલમાં મિલાવવામાં આવશે.
આ પ્રક્રિયા સંપૂર્ણપણે ટેકનિકલ રીતે પરીક્ષણ માથી પસાર થઈ ચૂકી છે અને ઇથેનોલને પહેલા આઇસોબ્યૂટેનોલમાં પરિવર્તિત કર્યા બાદૃ તેને ડીઝલમાં ભેળવવામાં આવશે. શરુઆતમાં ડીઝલમાં ૧૫ ટકા આઇસોબ્યૂટેનોલનું મિશ્રણ કરવામાં આવશે. આ ભારતની ઊર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ આગળ વધવા અને ટ્રાન્સપોર્ટેશનમાં ક્લીન એનર્જીને સામેલ કરવા તરફ એક મોટું પગલું હશે.
પ્રશિક્ષણમાં આવ્યા સારા પરિણામ: નીતિન ગડકરીએ કહૃાું કે, ડીઝલમાં આઇસોબ્યૂટેનોલ જે ઇથેનોલનું જ એક રૂપ છે, તેને ભેળવવાને લઈ ચાલી રહેલી ટેસ્ટિંગના પરિણામ સારા આવ્યા છે.
તેનો પાયલટ પ્રોજેક્ટ ખૂબ જ સરળ રહૃાો છે અને હવે તેને ગ્રાઉન્ડ લેવલ પર ભેળવવાની તૈયારી છે. તેનું પરીક્ષણ કરવા માટે અમે ૧૦૦ ટકા ઇથેનોલ અને આઇસોબ્યૂટેનોલ સાથે બે જનરેટરને ચલાવ્યા, જેથી એ સાબિત થાય છે કે હવે એન્જિન આ પ્રકારના ઇંધણથી ચાલવા માટે સંપૂર્ણપણે તૈયાર થઈ ચૂક્યા છે.
ઈ૨૦ પેટ્રોલ પર વિવાદૃ બાદૃ આવ્યું નિવેદૃન: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું આ નિવેદૃન પેટ્રોલિયમ મંત્રાલયના એ નિવેદૃન બાદૃ આવ્યું છે, જેમાં ઈ-૨૦ પેટ્રોલના વાહનો માટે સંપૂર્ણ સુરક્ષિત ગણાવી રહૃાા છે. ગડકરીએ કહૃાું કે, આઇસોબ્યૂટેનોલ નેક્સ્ટ જનરેશનનું બાયોયૂલ છે. જે ખૂબ જ સારું પરફોર્મન્સ આપે છે.
આઇસોબ્યૂટેનોલની એનર્જી ડેન્સિટી ખૂબ જ સારી છે અને તે ભવિષ્યનું ઇંધણ બનવા માટે કાબેલ છે. આ અગાઉ પેટ્રોલિયમ મંત્રાલયે એ તમામ વાતોને ફગાવી દૃીધી હતી, જેમાં કહેવાઈ રહૃાું હતું કે ઈ-૨૦ પેટ્રોલના કારણે વાહનોના એન્જિન ખરાબ થઈ રહૃાા છે અને ઇન્શ્યોરન્સ કંપનીઓ તેની વોરંટી લેવાની ના પાડી રહી છે.
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયે એવું પણ કહૃાું હતું કે ભારત સરકારે પેટ્રોલમાં ૨૦ ટકા ઇથેનોલ ભેળવવાનો ટાર્ગેટ સમય કરતા વહેલો પ્રાપ્ત કરી લીધો છે. ભારતે ઈ-૨૦ પેટ્રોલના વેચાણ ડિસેમ્બર ૨૦૨૫થી સંપૂર્ણપણે કરવાનું શરુ કરી દૃીધું છે, જે નિશ્ર્ચિત શિડ્યૂલ કરતા પહેલા છે.
સત્તાવાર આંકડામાં જણાવી રહૃાા છે કે તેનાથી ભારત સરકારના ખજાનામાં ૧.૯૦ લાખ કરોડ રૂપિયાની વિદૃેશી મુદ્રા બચાવવામાં મદૃદૃ મળી છે.
ઈ૨૦ પેટ્રોલ ન ફક્ત ભારત પર આયાતનો બોજ ઓછો થયો છે, પણ કાર્બનનું ઉત્સર્જન ઘટાડવા અને ખેડૂતોની આવક વધારવામાં પણ સફળતા પ્રાપ્ત થઈ છે.
