અયોધ્યા રામ મંદિૃરમાંથી રૂા.૫ કરોડની સોના મઢેલી રામચરિત માનસની ચોરી

અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાંથી દાનમાં મળેલી કિંમતી વસ્તુઓની સુરક્ષા અને જાળવણીને લઈને એક નવો મોટો વિવાદ ઊભો થયો છે. પૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ એસ. લક્ષ્મીનારાયણને જાહેરમાં એવો આક્ષેપ કર્યો છે કે તેમનાં પરિવાર દ્વારા દાનમાં આપવામાં આવેલી અંદાજે 5 કરોડ રૂપિયાની કિંમતની સોના મઢેલી ‘રામચરિતમાનસ’ની નકલને રામ મંદિરમાંથી હટાવી દેવામાં આવી છે.
લક્ષ્મીનારાયણના જણાવ્યાં મુજબ, આ કિંમતી પવિત્ર ગ્રંથ એપ્રિલ 2024માં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને સોંપવામાં આવ્યો હતો અને બાદમાં તેને મંદિર પરિસરમાંથી ખસેડી લેવાયો હતો. આ મામલે ટ્રસ્ટનાં જનરલ સેક્રેટરી ચંપત રાયે તેમને એવો જવાબ આપ્યો છે કે મંદિરમાં ચડાવવામાં આવતી દરેક ભેટને પ્રદર્શિત કરવી શક્ય હોતી નથી. આ તરફ વિપક્ષ અને ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (ઈંઇઉંઅ) દ્વારા મંદિર નિર્માણ વખતે દાનમાં મળેલી આશરે 200 કિલો ચાંદીની ઈંટો ગાયબ થવા અંગે પણ અગાઉ સવાલો ઉઠાવવામાં આવ્યાં હતાં. આ ગાયબ થયેલી વસ્તુઓમાં શિવસેના (ઞઇઝ) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે દ્વારા મંદિર નિર્માણ પ્રક્રિયા દરમિયાન દાનમાં આપવામાં આવેલી 4 કિલોની ચાંદીની ઈંટનો પણ સમાવેશ થાય છે. જોકે, આ મામલે તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (જઈંઝ) એ આવી કોઈ 200 કિલો ચાંદીની ઈંટો ચોરી થઈ હોવાની અટકળોને સત્તાવાર રીતે ફગાવી દીધી છે.
આ મોટા વિવાદ વચ્ચે મંદિર ટ્રસ્ટનાં ખજાનચી ગોવિંદ દેવ ગિરીએ બે પાનાનું નિવેદન જાહેર કરી સ્પષ્ટતા કરી છે કે દાનની ગણતરી પ્રક્રિયામાં તેમની
કોઈ ભૂમિકા હોતી નથી, સાથે જ તેમણે આ ઘટનાને અકલ્પનીય ગણાવી તટસ્થ તપાસની માંગ કરી છે;
જ્યારે બીજી તરફ કોંગ્રેસે આ મુદ્દે ભાજપ-આરએસએસ પર આકરા પ્રહારો કરી તેને મોટું કૌભાંડ ગણાવ્યું છે અને વડાપ્રધાન તેમજ ગૃહમંત્રીના મૌન સામે સવાલો ઉઠાવ્યાં છે.

રિલેટેડ ન્યૂઝ